તારક મેહતા કા ઊલ્ટા ચશ્માં શૉની રીટા રિપોર્ટરે શૅર કરી દીકરાની તસવીર

18 December, 2019 06:28 PM IST  |  Mumbai Desk

તારક મેહતા કા ઊલ્ટા ચશ્માં શૉની રીટા રિપોર્ટરે શૅર કરી દીકરાની તસવીર

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મામાં થોડાંક દિવસ પહેલા સુધી રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી પ્રિયા આહૂજાએ 27 નવેમ્બરના દીકરાને જન્મ આપ્યો છે. તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના દીકરાની પહેલી તસવીર ચાહકો સાથે શૅર કરી છે.

પ્રિયા આહૂજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી પોતાના દીકરાની એક બ્લેક એન્ડ વાઇટ તસવીર શૅર કરી છે. આ તસવીરમાં પ્રિયા પોતાના દીકરા તરફ પ્રેમથી જોતી દેખાય છે. શૅર કરવામાં આવેલી તસવીરમાં દીકરાનો ચહેરો બરાબર રીતે દેખાતો નથી.

પ્રિયા સિવાય તેનો પતિ માલવ પણ દીકરાના જન્મથી ખૂબ જ ખુશ છે. માલવ ઘણીવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી દીકરા સાથે વિતાવેલી સુંદર ક્ષણોની તસવીરો શૅર કરતો રહે છે. પ્રિયા આહૂજા અને દીકરાની સાથે તસવીરો શૅર કરતાં માલવે લખ્યું, "માતાને ભેટવું અન્ય કોઇને પણ ભેટવા કરતાં વધારે કમ્ફર્ટેબલ હોય છે." આ તસવીરમાં પ્રિયાએ દીકરાને પોતાના હાથમાં લીધો છે.

તારક મેહતા ફેમ અભિનેત્રી પ્રિયાએ દીકરાના જન્મના બીજા દિવસે પોતાના ચાહકોને સોશિયલ મીડિયા પર ખુશખબરી આપી હતી. પ્રિયાએ દીકરાના પગની તસવીર શૅર કરતાં લખ્યું, અમારું ઘર હવે બે નાનકડાં પગલાંઓથી હજી મોટું થઈ ગયું છે, દીકરો થયો છે, અમે આ ખુશી પામીને ખૂબ જ ઉત્સાહિત છીએ, મને એ જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે અમારા ઘરે 27 નવેમ્બરે નાનકડાં ફરિશ્તાનું આગમન થયું છે.

પ્રિયાએ વર્ષ 2011માં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માંના ચીફ ડાયરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા હતા જેના પછી તે પહેલીવાર હવે માતા બની છે.

આ પણ વાંચો : લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી

શૉમાં પ્રિયાએ રીટા રિપોર્ટરની સરસ ભૂમિકા ભજવી હતી, પણ ઘણાં સમયથી પ્રિયા શૉમાંથી ગાયબ છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયાએ કેટલાય દિવસો પહેલા જ શૉને અલવિદા કહી દીધું છે જોકે અત્યાર સુધી તેની કોઇ જ અધિકારિક માહિતી આપવામાં આવી નથી.

taarak mehta ka ooltah chashmah television news entertaintment