Bigg Boss 13:નાના પડદા પર ગુત્થીનું કમબૅક, આવતાં જ સલમાન સાથે કરી મસ્તી

13 December, 2019 05:35 PM IST  |  Mumbai Desk

Bigg Boss 13:નાના પડદા પર ગુત્થીનું કમબૅક, આવતાં જ સલમાન સાથે કરી મસ્તી

ગુત્થી એકવાર ફરી નાના પડદા પર પોતાની માસૂમ અટકળો સાથે પાછી આવી રહી છે. આ વખતે ગુત્થીનું ઠેકાણું બિગ બૉસ 13 છે, જ્યાં તે શૉના હોસ્ટ સલમાન ખાન સાથે ખૂબ જ મસ્તી કરશે. કલર્સે ગુત્થીનો પ્રોમો વીડિયો ટ્વિટર પર શૅર કર્યો છે.

પ્રોમો ગુત્થી એટલે કે સુનીલ ગ્રોવરના વૉઇસઓવરથી શરૂ થાય છે, જેમાં તે કહે છે - "હમ આયે હૈં ઇસ બગિયા મેં, ફૂલ ખિલે ગુલશન-ગુલશન" જેવી ગુત્થીની સ્ટેજ પર એન્ટ્રી થાય છે, સલમાન ખાન હસી હસીને લોટપોટ થઈ જાય છે. ગુત્થી કહે છે કે કાલે રાતે બિગ બૉસ મારા સપનામાં આવ્યા હતા. ગુત્થી વીકએન્ડ કા વાર એપિસોડમાં દર્શકોને હસાવશે.

સુનીલ ગ્રોવરે આ વીડિયોને શૅર કરીને લખ્યું હતું - જૂસ મી. જણાવીએ કે સુનીલ આ વર્ષે સલમાન પોતે પણ ગુત્થીનો ફેન છે અને સુનીલ ગ્રોવરની એક્ટિંગનો પણ ચાહક છે.

ગુત્થીનું પાત્ર કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં ઇન્ટ્રૉડિયૂસ કરવામાં આવ્યું હતું, કપિલ શર્મા શૉના હોસ્ટ હતા. શૉમાં આમ તો સુનીલે કપિલના સસરા ખૈરાતી લાલ સહિત અનેક પાત્રો ભજવ્યા હતા, પણ ગુત્થીનું પાત્ર સૌથી વધારે લોકપ્રિય બન્યું હતું. આ પાત્રોમાં સુનીલ ગ્રોવરને શરમાતાં શરમાતાં વાત કરવાનું દર્શકોને ખૂબ જ રસ પડ્યો હતો. ખાસ તો, તેને પોતાને ઇન્ટ્રોડ્યૂસ કરાવવાની રીત ખૂબ જ પસંદ આવી હતી.

આ પણ વાંચો : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શર્માનું પ્રસારણ 22 જૂન 2013ના કલર્સ પર શરૂ થયો હતો અને 24 જાન્યુઆરી 2016 સુધી ચાલ્યો હતો. શૉ ખૂબ જ પૉપ્યૂલર રહ્યો અને શૉના બધાં જ પાત્રોને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. તે વખતે શૉમાં કપિલ અને સુનીલ સિવાય નવજોત સિંહ સિદ્ધૂ, અલી અઝગર, ચંદન પ્રભાકર, કીકૂ શારદા, શુમોના ચક્રવર્તી, ઉપાસના સિંહ દેખાતા હતા.

Bigg Boss 13 Bigg Boss Salman Khan sunil grover television news bollywood