ટૉપ ફાઇવમાં ટોચ પર પહોંચી ગયો શો યે રિશ્તે હૈં પ્યાર કે

29 March, 2019 09:33 AM IST  | 

ટૉપ ફાઇવમાં ટોચ પર પહોંચી ગયો શો યે રિશ્તે હૈં પ્યાર કે

'યે રિશ્તે હૈં પ્યાર કે'

સ્ટાર પ્લસ પર તાજેતરમાં જ શરૂ થયેલો શો ‘યે રિશ્તે હૈં પ્યાર કે’ ટૉપ ફાઇવમાં સ્થાન મેળવવામાં સફળ થયો છે. એ હાલમાં લોકોનો ફેવરિટ શો બની ગયો છે. આ સિરિયલમાં રિયા શર્મા અને શાહિર શેખ મિસ્ટી અને અબીરના રોલમાં જોવા મળી રહ્યાં છે. ગુજરાતી પરિવાર, એની પરંપરા, ડાયલૉગ્સ અને કૉસ્ચ્યુમ્સ પણ લોકોને આકર્ષિત કરી રહ્યાં છે. શો શરૂ થવાની સાથે જ એણે લોકોને પોતાની સાથે બાંધી રાખ્યા છે. આ શોને બેસ્ટ હિન્દી ફિક્શન શો લૉન્ચ ઑફ ધ યર ૨૦૧૯માં સ્થાન મળ્યું છે. શોની સફળતાને લઈને રિયાએ કહ્યું હતું કે ‘હું આ શો સાથે જોડાઈને ખૂબ જ ખુશી અને ગર્વ અનુભવી રહી છું જે દર્શકોને પોતાની સાથે જોડી રાખવાની સાથે જ યોગ્ય મેસેજ પણ પહોંચાડી રહ્યો છે. હું ખૂબ જ ખુશ છું કે ફૅન્સ અને દર્શકો અમારા શોને ભરપૂર સપોર્ટ અને પ્રેમ આપી રહ્યા છે. સાથે જ શોની અને એનાં પાત્રોની પણ પ્રશંસા કરી રહ્યા છે. અમારી સખત મહેનત રંગ લાવી છે. દર્શકોને હજી મિસ્ટી અને અબીર વચ્ચે રોમૅન્ટિક કેમિસ્ટ્રી પણ જોવા મïળશે. ફૅમિલી-ડ્રામા અને ભાઈ-બહેનની કેમિસ્ટ્રી પણ સાથે જ જોવા મળશે.’

આ પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ કલાકારે કરી સ્પષ્ટતા : જલ્દી પાછો ફરીશ

ટૉપ ફાઇવ શો

૧) યે રિશ્તે હૈં પ્યાર કે

૨) કુમકુમ ભાગ્ય /નાગિન ૩ / ધ કપિલ શર્મા શો

૩) કસૌટી ઝિંદગી કી / કુંડલી ભાગ્ય

૪) યે રિશ્તા ક્યા કહલાતાહૈ / તુઝસે હૈ રાબતા

૫) રાઇઝિંગ સ્ટાર ૩

star plus television news tv show