શ્વેતા તિવારી જે શૉ સાથે કરવાની છે કમબૅક, શૉને લાગ્યો કાયદાનો ઝાટકો

06 November, 2019 08:23 PM IST  |  Mumbai Desk

શ્વેતા તિવારી જે શૉ સાથે કરવાની છે કમબૅક, શૉને લાગ્યો કાયદાનો ઝાટકો

ફિલ્મ અભિનેત્રી શ્વેતા તિવારી ટૂંક સમયમાં જ મેરે ડેડ કી દુલ્હન દ્વારા કમબેક કરી રહી છે પણ શૉમાં ઑનએર આવતાં પહેલા જ કાયદાકીય વિવાદમાં સપડાઇ ગયો છે. અભિનેત્રી અને પંજાબી ફિલ્મ નિર્માતા પ્રીતિ સપ્રૂએ આ ટીવી શ઼ના નિર્માતા ટોની અને દીયા સિંહ વિરુદ્ધ મામલો દાખલ કર્યો છે. તેમણે આ દાવો કર્યો છે કે તેમની આગામી ફિલ્મ પંજાબી ફિલ્મ તેરી મેરી ગલ બન ગઈ પણ કોઇક અવધારણા પર આધારિત છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની રિપોર્ટ પ્રમાણે પ્રીતિએ 2017માં પોતાની સ્ટોરીને IMPPAમાં રજિસ્ટર્ડ પણ કરી છે. પ્રીતિના વકીલ અભિજીત દેસાઇએ આ વિશે જણાવ્યું, "મારી ક્લાઇંટે IMPPA (ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રૉડ્યુસર્સ એસોસિયેશન) સાથે અને 2017માં સ્ક્રીનરાઇટર એસોસિયેશન સાથે પોતાની સ્ક્રિપ્ચ રજિસ્ટર્ડ કરી હતી. કેસ ફાઇલ કરતાં પહેલા, જ્યારે અમે આ મુદ્દો ઉઠાવ્યો કે IMPPA સામે ઉઠાવ્યો, તો શૉના નિર્માતા કોઇ સ્પષ્ટીકરણ ન આપી શક્યા અને તેથી અમે કૉપીરાઈટના ઉલ્લંઘન માટે ન્યાયાલય જવું પડશે. અમે શૉની રિલીઝ તારીખ પહેલા કેટલીક અંતરિમ રાહતની આશા રાખીએ છીએ."

દીયાએ આ વિશે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું કે આ મુદ્દાને જાણીજોઇને હવા આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે શક્ય છે કે તેમણે આ વિચારને લઇને ભલે રજિસ્ટર્ડ કરાવ્યું હોય પણ અમે આ ઘણું પહેલા લાવ્યા હતા અને અહીં સુધી કે અમે ટીવી ચેનલની સાથે પણ આ બાબતે તેની ચર્ચા કરી. "અમે 2017માં ચેનલને શૉ સંભળાવ્યો હતો અને અમારી પાસે આ સાબિત કરવા માટે ઇમેલ પણ છે અમે આ વિચાર માટે વિચાર્યું હતું કે પ્રીતિ દ્વારા આ રજિસ્ટર્જ કરવા પહેલા આ શૅર કર્યું હતું."

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો

આ સિવાય એક સામાન્ય ગેરસમજણ છે કે કૉપીરાઈટ ફક્ત રજિસ્ટર્જ થવા પછી જ લાગૂ પડે છે, જ્યારે કામ શરૂ થવું જ તેની માટે પર્યાપ્ત છે. અમે પ્રીતિને નથી ઓળખતાં. અમારી પાસે SWAનો એક પત્ર છે જેમાં કહેવામાં આવ્યું છે કે અમે જવાબ આપવા જઈ રહ્યા હતા પણ આ પહેલા કે અમે જવાબ આપી શકીતા પ્રીતિ આ મામલાને લઈને ન્યાયાલય ગઈ.

television news shweta tiwari