શબ્બીર-સોહમની ફિક્સર સપ્ટેમ્બરમાં

21 August, 2019 11:40 AM IST  |  મુંબઈ

શબ્બીર-સોહમની ફિક્સર સપ્ટેમ્બરમાં

શબ્બીર અહલુવાલિયા

કરપ્ટ ઇન્સ્પેક્ટરના રોલથી શબ્બીર અહલુવાલિયાની ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટર થશે. એક્તા કપૂરના ડિજિટલ પ્લેટફોર્મ ALTબાલાજી પર આ મહિને બે શૉ લૉન્ચ કર્યા પછી હવે આવતાં મહિનામાં ‘ફિક્સર’ લૉન્ચ કરશે. આ વેબ સીરિઝથી એક્તાનો બ્લુ-આઇડ્ બોય મનાતો શબ્બીર અહલુવાલિયા ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટર થશે.

શબ્બીર પોતાની પહેલી વેબસીરિઝ માટે નેચરલી ખુબ ખુશ છે. શબ્બીરે કહે છે, ‘ડિજિટલ પ્લેટફોર્મ હવે ઇનથિંગ છે. તમે ટ્રાવેલ કરતાં-કરતાં મોબાઇલમાં બધા એપિસોડ જોઈ શકો. મેં એવા લોકો પણ જોયા છે જે પોતાની ફેવરીટ વેબ સીરિઝ જોવા માટે હવે ટ્રાવેલનું પ્લાનિંગ કરતાં હોય. ‘ફિક્સર’ એક એવા ઇન્સ્પેક્ટરની સ્ટોરી છે જે લિગલ મેટર ફિક્સ કરવામાં માસ્ટર છે. આ સીરિઝની બીજી સિઝન્સ પણ આવશે.’

આ પણ વાંચો : આખરે બ્રેક લઈ રહ્યો છે આયુષ્માન ખુરાના

અગાઉ ‘કાલ’ અને ‘લક’ જેવી એકશન ફિલ્મ ડિરેક્ટ કરી ચુકેલા સોહમ શાહે ‘ફિક્સર’ ડિરેક્ટ કરી છે. ‘ફિક્સર’માં શબ્બીર ઉપરાંત માહિ ગીલ પણ છે.

shabbir ahluwalia television news balaji telefilms