તુઝસે હૈ રાબતામાં સેહબાન અઝીમ દેખાશે સાડીમાં

03 August, 2019 12:03 PM IST  |  મુંબઈ

તુઝસે હૈ રાબતામાં સેહબાન અઝીમ દેખાશે સાડીમાં

સેહબાન અઝીમ

ઝી ટીવીનાં શો ‘તુઝસે હૈ રાબતા’માં મલ્હાર રાણેનું પાત્ર ભજવતો સેહબાન અઝીમ હવે સાડીમાં જોવા મળવાનો છે. આ સિરીયલે ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે. આવનારા એપિસોડમાં મંગળા ગૌરી પૂજાનું આયોજન થવાનું છે. આ પૂજામાં માત્ર મહિલાઓ જ ભાગ લે છે. એથી જ સેહબાનને સાડી પહેરાવવામાં આવે છે. ક્લાયાણીના વર્તનને કાબૂમાં રાખવા માટે તે પોતે સાડી પહેરીને તેની બાજુમાં બેઠેલો જોવા મળશે.

આ પણ વાંચો : Khatron Ke Khiladi 10: કરિશ્મા તન્ના સહિત આ કન્ટેસ્ટનટ થયા બલ્ગેરિયા રવાના

સાડી પહેરવાનાં પોતાનાં અનુભવ વિશે સેહબાને કહ્યું હતું કે ‘મારી લાઇફમાં પહેલી વાર મેં સાડી પહેરી છે. મારા માટે આ ક્રેઝી અનુભવ છે. સાડી પહેરવી એ થકાવી દેનારી પ્રક્રિયા છે. મને ત્રણ લોકોએ મળીને સાડી પહેરાવી હતી. સાડી પહેરીને ચાલવુ અને એમાં પોતાની જાતને ઍડજસ્ટ કરવુ મારા માટે ખૂબ અઘરૂ હતું. જે મહિલાઓ દરરોજ ખૂબ જ સરસ રીતે સાડી પહેરે છે તેમને સલામ છે.’

zee tv television news tv show