Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Khatron Ke Khiladi 10: કરિશ્મા સહિત આ કન્ટેસ્ટનટ થયા બલ્ગેરિયા રવાના

Khatron Ke Khiladi 10: કરિશ્મા સહિત આ કન્ટેસ્ટનટ થયા બલ્ગેરિયા રવાના

01 August, 2019 05:01 PM IST |

Khatron Ke Khiladi 10: કરિશ્મા સહિત આ કન્ટેસ્ટનટ થયા બલ્ગેરિયા રવાના

Khatron Ke Khiladi 10

Khatron Ke Khiladi 10


ટેલિવિઝનનો ખતરોથી ભરેલો શઑ 'ખતરો કે ખિલાડી'ની 10મી સીઝનની શરૂઆત 2020એ થવાની છે. આ શૉની શૂટિંગ માટે બધા કન્ટેસ્ટન્ટ બલ્ગેરિયા રવાના થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે આ વખતના શૉમાં કયા સેલેબ્સ ખતરોથી રમતા નજર આવવાના છે.

કરિશ્મા તન્ના - ટેલિવિઝન અને બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના પહેલા કેટલાક ટીવી સીરિયલ્સમાં નજર આવી ચૂકી છે. રિયાલિટી શૉની વાત કરીએ તો કરિશ્મા એની પહેલા બિગ બૉસ, નચ બલિયે, કૉમેડી સર્કસ, જરા નચકે દિખા અને ઝલક દિખલા જામાં પણ કન્ટેસ્ટન્ટ બનીને આવી ચૂકી છે.




શિવિન નાયર- 'સુરવીન ગુગ્ગલ' ટીવી શૉથી એક્ટિંગ ડેબ્યૂ કરનારા શિવિન પહેલી વાર કોઈ રિયાલિટી શૉનો હિસ્સો બનવાના છે.


કરણ પટેલ - 'યે હૈ મોહબ્બતે' સીરિયલ ફૅમ કરણ પટેલ નચ બલિયે, કિચન ચેમ્પિયન જેવા કેટલાક બીજા રિયાલિટી શૉનો હિસ્સો રહી ચૂક્યા છે.

RJ મલિષ્કા- ઈન્ડિયાની પોપ્યુલર રેડિયો જૉકી મલિષ્કા પોતાના અવાજથી બધાને દીવાના બનાવી ચૂકી છે. હવે તે ખતરો કે ખિલાડીમાં નજર આવશે.

બલરાજ સયાલ - ફૅમસ કૉમેડિયન બલરાજ સયાલ પણ બલ્ગેરિયા માટે રવાના થઈ ચૂક્યા છે.

તેજસ્વી પ્રકાશ - 'સ્વરાગિની', 'પહેરેદાર પિયા કી' અને 'કર્ણ સંગિની' સીરિયલ્સ બાદ હવે તેજસ્વી ખતરો કે ખિલાડી શૉમાં નજર આવવાના છે.

રાની ચટર્જી - ભોજપુરી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવનારી રાની ચટર્જી ખતરો કે ખિલાડીમાં ભાગ લેવા માટે તૈયાર છે.

આ પણ જુઓ : Parul Gulati : ફેસબુકે ખોલ્યું આ અભિનેત્રીનું નસીબ, આ રીતે બની એક્ટ્રેસ

આ કન્ટેસ્ટન્ટ સિવાય બીજી કેટલીક હસ્તીઓ છે આ શૉનો હિસ્સો બનવાના છે. જેમ કે ધર્મેશ ડી, અમૃતા ખાનવિલકર, કરણ ટક્કર, અદા ખાન, કવિતા કૌશિક, પૂજા બેનર્જી, સુકૃતિ કાંડપાલ જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2019 05:01 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK