વિષ યા અમૃત : સિતારામાં સાયન્તની ઘોષની એન્ટ્રી

27 February, 2019 10:05 AM IST  | 

વિષ યા અમૃત : સિતારામાં સાયન્તની ઘોષની એન્ટ્રી

સાયન્તની ઘોષ

સાયન્તનીની એન્ટ્રી થતાં જ શોમાં નવા વળાંકો દર્શકોને જોવા મળશે. મહામા પોતાના પાવરથી વિષકન્યાને મદદ કરશે કે તે સિતારા સાથે લડાઈ કરી શકે. આ સુપર નૅચરલ શો વિશે સાયન્તનીએ કહ્યું હતું કે ‘સુપર નૅચરલ શો મને હંમેશાંથી ઉત્સાહિત કરે છે. મને આવા રોલ કરવા ગમે છે, કારણ કે સ્ક્રીન પર તે પોતાના લુક અને મેકઅપથી લોકોને આકર્ષિત કરે છે. ‘સિતારા’માં હું વિષકન્યાની દેવી મહામાના રોલમાં જોવા મળવાની છું.

આ પણ વાંચો : કપિલના શૉથી દૂર થતાં જ બદલાયા સિદ્ધુના સૂર, સર્જિકલ સ્ટ્રાઇક માટે કરી આ ટ્વિટ

દેવી હોવાથી મહામા અન્ય વિષકન્યાની સરખામણીએ સૌથી પાવરફુલ છે. તેનો ઉદ્દેશ છે કે તે અન્ય વિષકન્યાને મુક્ત કરવામાં મદદ કરે. આશા રાખું છું મારા દરેક પાત્રની જેમ દર્શકો મને આ નવા અવતારમાં પણ સર્પોટ કરશે.’

sayantani ghosh colors tv television news