શાલીનનો આ લુક એક વીક પછી બનારસમાંથી મળ્યો

01 November, 2019 12:13 PM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

શાલીનનો આ લુક એક વીક પછી બનારસમાંથી મળ્યો

શાલીન ભનોત

‘રામ સિયા કે લવ-કુશ’માં તમે જેને રાવણ તરીકે જોયો એ શાલીન ભનોતની ‘ધી રેડ લૅન્ડ’ વેબ-સિરીઝ રિલીઝ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશની પૃષ્ઠભૂમિ પર આધારિત આ વેબ-સિરીઝમાં શાલીને બનારસી લુક ધારણ કર્યો છે પણ મજાની વાત છે કે આ લુક પહેલાં શાલીને અનેક લુક ટ્રાય કર્યા, પણ તેને મજા ન આવી એટલે તે જાતે બનારસ ગયો હતો અને બનારસમાં એક વીક રહ્યા પછી તેને આ લુક મળ્યો હતો.

ડિટ્ટો બનારસના સ્થાનિક યંગસ્ટર્સ જેવો આ લુક ઊભો કરતાં પહેલાં શાલીનનો લુક તૈયાર થઈ ગયો હતો. શૂટ પણ શરૂ થવાની તૈયારીમાં હતું અને એ દરમ્યાન શાલીને એક બનારસી યંગસ્ટરને જોઈને આખું શૂટ અટકાવીને આ લુક તૈયાર કરાવ્યો.

આ પણ વાંચો : રાહિલ આઝમ અને અરિના ડે સાથે દેખાશે ગેમ્સ ઑફ કર્મામાં

‘ધી રેડ લૅન્ડ’માં શાલીન ભનોતનાં વખાણ થાય છે. આ વેબ-સિરીઝ પછી હવે શાલીનને બે રિયલિટી શો અને એક વેબ-સિરીઝની ઑફર આવી છે. આ ઉપરાંત શાલીન એક ડેઇલી સોપ પણ કરવાનો છે.

television news Rashmin Shah