રાહિલ આઝમ અને અરિના ડે સાથે દેખાશે ગેમ્સ ઑફ કર્મામાં

Updated: 22nd January, 2020 15:22 IST | અમદાવાદ

અગાઉ બન્ને એન્ડ ટીવીનો હૉરર-રોમૅન્ટિક શો લાલ ઇશ્ક કરી ચૂક્યાં છે

રાહિલ આઝમ અને અરિના ડે
રાહિલ આઝમ અને અરિના ડે

સ્ટાર પ્લસના ફૅન્ટસી ડ્રામા શો ‘હાતિમ’માં હાતિમતાઈના રોલથી જાણીતો થયેલો મૉડલ અને ટેલિવિઝન ઍક્ટર રાહિલ આઝમ વેબ-સિરીઝ ‘ગેમ્સ ઑફ કર્મા’માં જોવા મળશે.

રાહિલ આઝમ છેલ્લે અભિનેત્રી અરિના ડે સાથે ‘લાલ ઇશ્ક’ માટે શૂટ કરી ચૂક્યો છે. આ બન્નેની જોડી મેકર્સને પસંદ પડી હતી. રાહિલ અને અરિના ફરી પાછાં સાથે આવી રહ્યાં છે. ‘મહેતિક પ્રોડક્શન્સ’ નિર્મિત અને પ્રવીણ હિંગોરિયા દિગ્દર્શિત વેબ-સિરીઝ ‘ગેમ્સ ઑફ કર્મા’માં. જાણીતા ઓટીટી પ્લૅટફૉર્મ પર રજૂ થનારી આ સિરીઝમાં દરેક એપિસોડની વાર્તા જુદી-જુદી હશે. એમાંના એક એપિસોડમાં રાહિલ અને અરિના સાથે જોવા મળશે. એન્ડ ટીવી પર આવતા હૉરર-રોમૅન્ટિક શો ‘લાલ ઇશ્ક’ની જેમ અહીં પણ મેકર્સ બનેની લવ સ્ટોરી-કેમિસ્ટ્રી દર્શાવવાનો પ્રયત્ન કરશે.

અરિના ડેએ સ્ટાર ભારત પર આવતી ‘મુસ્કાન’થી હિન્દી-ટેલિવિઝનમાં ડેબ્યુ કર્યું હતું. એ પહેલાં તે બંગાળી ફિલ્મો કરી ચૂકી છે. રાહિલ ‘હાતિમ’ ઉપરાંત એક ટુકડા ચાંદ કા, કહીં કિસી રોઝ અને ભાભી સહિતની સિરિયલ તથા ‘કલર્સ’ની ‘તૂ આશિકી’માં મેઇન ઍન્ટેગોનિસ્ટનું પાત્ર ભજવી ચૂક્યો છે.

First Published: 1st November, 2019 12:07 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK