તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દેખાશે પોરબંદર, રાજકોટ અને અમદાવાદ

30 September, 2019 03:25 PM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દેખાશે પોરબંદર, રાજકોટ અને અમદાવાદ

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'

બુધવારે ગાંધી જયંતી છે ત્યારે સબ ટીવી પર આવતી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ગાંધીજીના જન્મદિવસનું સેલિબ્રેશન જરા જુદી રીતે કરવામાં આવશે અને ગાંધીજીની માત્ર વાતો કે તેમના વિચારોનું વિશ્લેષણ કરવાને બદલે ગાંધીવિચારધારામાં માનતા ચંપકકાકા સાથે આખી ટપુસેના અને માસ્તર ભીડે ગાંધીજીના સાબરમતી આશ્રમ, પોરબંદરમાં ગાંધીજીનું જન્મસ્થળ છે એ કીર્તિ મંદિર અને રાજકોટમાં જ્યાં ગાંધીજી ભણ્યા હતા અને અને જેને ગાંધી મ્યુઝિયમમાં ફેરવવામાં આવી છે એ આલ્ફ્રેડ હાઈ સ્કૂલ પહોંચી હતી, જ્યાં શૂટિંગ પણ કરવામાં આવ્યું અને ભીડે તથા ચંપકકાકાએ આખી ટપુસેનાને ગાંધીમૂલ્યોની સાથોસાથ ગાંધીજીના પ્રસંગો પરથી લેવા જેવી શીખ પણ આપી હતી.

આ પણ વાંચો : Bigg Boss 13 માટે સલમાન ખાન આ રીતે તૈયારી કરે છે, જુઓ વીડિયો

ગાંધીજીના જન્મને ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે એની ઉજવણી થવાની છે. એ સંદર્ભે આ શોમાં પણ ગાંધીજીના જન્મદિવસને વણી લેવામાં આવ્યો. આ અગાઉ પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં આ પ્રકારના રાષ્ટ્રીય તહેવારોને સમાવવામાં આવ્યા છે તો દેશનાં જાણીતાં સ્થળો પર જઈને શૂટ પણ કરવામાં આવ્યું છે. પ્રોડ્યુસર આસિત મોદી પોતે ગુજરાતી હોવાથી સ્વાભાવિક રીતે શૂટ કરવાની બાબતમાં ગુજરાતને વધુ લાભ મળ્યો છે.

taarak mehta ka ooltah chashmah entertaintment