રાખી સાવંત બનશે ચુડેલ

16 January, 2019 09:18 AM IST  | 

રાખી સાવંત બનશે ચુડેલ

રાખી સાવંત

ઝી ટીવી પર આવતી સિરિયલ ‘મનમોહિની’માં હવે તે મહારાષ્ટ્રિયન ચુડેલના રૂપમાં જોવા મળશે. આ સિરિયલમાં રામના પાત્રમાં અંકિત સિવચ, સિયાના પાત્રમાં ગરિમા સિંહ રાઠોડ અને મનમોહિનીના પાત્રમાં રેહાના પંડિત જોવા મળી રહી છે. આ સિરિયલમાં મનમોહિની તેના પાંચસો વર્ષ જૂના પ્રેમ રામને પામવાની કોશિશ કરી રહી છે. જોકે આ કહાનીમાં રાખીનું ચકાઉ નામની ચુડેલનું પાત્ર ટ્વિસ્ટ આપવા આવી રહ્યું છે. મનમોહિની બેહરામગઢની બહાર નથી જઈ શકતી અને રામને બેહરામગઢમાં પાછો લાવવા તે રાખી સાવંતની મદદ લે છે.

આ પણ વાંચો : 'ગેમ ઑફ થ્રોન્સ' સીઝન 8નું નવું ટીઝર રિલીઝ, 14 એપ્રિલે થશે ઓન એર

રાખી આ દરમ્યાન રામના પ્રેમમાં પડે છે. એથી મનમોહિની અને ચકાઉ વચ્ચે તકરાર થાય છે. આ બેમાંથી કોણ રામને પામશે અથવા તો રામ તેની પત્ની સિયાને જ પ્રેમ કરશે એ જોવું રહ્યું. આ સિરિયલમાં રાખી સાવંત એટલે કે ચકાઉ લાવણી કરતી પણ જોવા મળશે.

zee tv rakhi sawant tv show television news