તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ PM મોદીની મહેમાન બની

24 October, 2019 01:32 PM IST  |  મુંબઈ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ PM મોદીની મહેમાન બની

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ PM મોદીની મહેમાન

નીલા ટેલિ ફિલ્મ્સ દ્વારા સંકલિત થયેલા પુસ્તકમાં ‘તારક મેહતા’ સિરિયલે પાછલાં પાંચ વર્ષમાં સ્વચ્છતા અભિયાનને લઈને કરેલાં કામો અને પહેલ વિશે ઝલક આપવામાં આવી છે.

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સભ્યોને દિલ્હી આમંત્રણ આપ્યું હતું, જેમાં સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ પણ હાજર રહી હતી. સિરિયલના પ્રોડ્યુસ અસિત મોદી અને નીલા ટેલિ ફિલ્મ્સ દ્વારા સંકલિત થયેલી ‘સ્વચ્છતા હી સેવા’ નામની કૉફી ટેબલ બુક પર પીએમ મોદીએ હસ્તગત કરીને શોના મેકર અસિત મોદીને હૅન્ડઓવર કરી હતી. એ બુકમાં નીલા ટેલિ ફિલ્મ્સના શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ છેલ્લાં પાંચ વર્ષમાં ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત કરેલા કૅમ્પેન તથા પહેલ વિશે માહિતી એકત્રિત કરાઈ છે.

આ પણ વાંચો : Bigg Boss 13: શું આ કારણે બિગ બૉસના ઘરમાં નથી દેખાતી અમીષા પટેલ?

ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની બીજી ઑક્ટોબરે ‘સ્વચ્છ ભારત અભિયાન’ની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે ૯ હિન્દી ટેલિવિઝન સિરિયલમાંથી પીએમ મોદીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ’ને નૉમિનેટ કરી હતી.

taarak mehta ka ooltah chashmah narendra modi bollywood news