Nach Baliye 9: રવીના ટંડન અને ઉર્વશી ધોળકિયા વચ્ચે થઈ બોલાચાલી

14 September, 2019 12:57 PM IST  |  મુંબઈ

Nach Baliye 9: રવીના ટંડન અને ઉર્વશી ધોળકિયા વચ્ચે થઈ બોલાચાલી

રવીના ટંડન અને ઉર્વશી ધોળકિયા વચ્ચે થઈ બોલાચાલી...

સ્ટાર પ્લસ પર પ્રસારિત થતા સેબેલ ડાન્સ રિઆલિટી શો નચ બલિયે 9 હવે ટીવીનો સૌથી વિવાદિત શો બની ચુક્યો છે. શોમાં રોજ કાંઈક ને કાંઈક વિવાદો થતા જ રહે છે. હાલમાં જ શોના જજ રવીના ટંડન અને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી પાછી આવેલી ઉર્વશી ધોળકિયા વચ્ચે બોલાચાલી થઈ ગઈ. જેનો વીડિયો સામે આવ્યો છે.

જલ્દી જ મધુરીમાં તુલી અને વિશાલ આદિત્ય સાથે ઉર્વશી ધોળકિયા અને તેના એક્સ અનુજની શોમાં ધમાકેદાર એન્ટ્રી થવાની છે. સ્ટાર પ્લસે આગામી એપિસોડનો પ્રોમો રીલિઝ કર્યો છે, જેમાં બંને જોડીઓ એકબીજાને ટક્કર આપતી જોવા મળી રહી છે. આ દરમિયાન રવીના ટંડન કહે છે કે, તમને મોકો આપવામાં આવે છે, બહાર જઈને તમને ગમે તેમ બોલવાનો કોઈ હક નથી.

રવીનાની આ વાતનો ઈશારો ઉર્વશી ધોળકિયા તરફ હતો કારણ કે તેણે એલીમિનેટ થયા બાદ શોના જજો પર ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો હતો. રવીનાની આ વાત સાંભળીને ઉર્વશી કહે છે કે, આ મંચ પર મને ક્યારે બોલવાનો મોકો મળ્યો છે!


ઉર્વશીને વચ્ચે ટોકતા જજ અહમદ કહે છે કે, રવીના હાલ વાત કરી રહી છે, તેને પહેલા ખતમ કરવા દે. આ પ્રકારના પ્રોમોને જોઈને લાગી રહ્યું છે કે ઉર્વશી, અનુજ, મધુરિયા અને વિશાલના પાછા આવવાથી ફરી એકવાર શોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળવાનો છે.

આ પણ જુઓઃ જ્યારે ઓજસ રાવલે ટોરેન્ટોની ધરતી સજીવન કર્યા ગાંધીજીને....

તમને જણાવી દઈએ કે વિશાલ અને મધુરિમાને શોમાં તાલમેલ બનાવવામાં ખૂબ જ સમસ્યા થઈ રહી હતી. જેના કારણે તેના કોરિયોગ્રાફર સનમે પણ શો છોડી દીધો હતો. આ જોડીઓ સિવાય કસૌટી ઝિંદગી કી ફેમ એક્ટ્રેસ પૂજા બેનર્જી પણ પોતાના પતિ સાથે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેવાની છે.

raveena tandon urvashi dholakia nach baliye 6