બાળકો સાથે કામ કરવાનું ખૂબ જ ગમે છે હર્ષ રાજપૂતને

20 August, 2019 11:22 AM IST  |  મુંબઈ

બાળકો સાથે કામ કરવાનું ખૂબ જ ગમે છે હર્ષ રાજપૂતને

હર્ષ રાજપૂત

બાળકો સાથે કામ કરવાને ઈશ્વરની કૃપા માને છે હર્ષ રાજપૂત. સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘નઝર’માં તે છ વર્ષના બાળકના પિતાનું પાત્ર ભજવી રહ્યો છે. તેનું માનવું છે કે બાળક સેટ પર હોવાથી હંમેશાં પૉઝિટિવ અને ફ્રેશ એનર્જી રહે છે. આ શોમાં હાલમાં જ છ વર્ષનો જમ્પ લેવામાં આવ્યો છે. આથી હર્ષ છ વર્ષના બાળકનો પિતા બની ગયો છે. બાળક સાથે કામ કરવા વિશે પૂછતાં હર્ષે કહ્યું હતું કે ‘બાળકો સાથે કામ કરવું ખૂબ જ ખુશીની વાત છે. અમે થોડા દિવસથી સાથે કામ કરી રહ્યા છીએ, પરંતુ અમે એકબીજા સાથે ખૂબ જ કમ્ફર્ટેબલ બની ગયા છીએ.

આ પણ વાંચો : મોનિકા બેદી ઇચ્છે છે કે તેની આપવીતી પર વેબ-સિરીઝ બને

મને લાગે છે કે મારા પર ભગવાનની કૃપા છે કે હું બાળકો સાથે કામ કરી રહ્યો છું. તેમનામાં આપણા કરતાં વધુ એનર્જી હોય છે. તેમની સાથે કામ કરવાનો ક્યારેય કંટાળો નથી આવતો. હું જ્યારે પણ કોઈ લાઇન ભૂલી જાઉં કે ધિયાન (આદિત્ય) મને કહે છે કે ભૈયા, તમે આ લાઇન ભૂલી ગયા.’

television news