આવો હતો 'મહાભારત'ના શૂટિંગનો છેલ્લો દિવસ, વર્ષો જૂનો વીડિયો વાઈરલ

25 August, 2019 05:46 PM IST  |  મુંબઈ

આવો હતો 'મહાભારત'ના શૂટિંગનો છેલ્લો દિવસ, વર્ષો જૂનો વીડિયો વાઈરલ

સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ

વર્ષ 1988માં શરૂ થયેલી દૂરદર્શનની ટીવી સિરીયલ મહાભારત તે સમયે સૌથી વધુ જોવામાં આવતી સિરીયલ્સમાંની એક હતી. આ શોના 94 એપિસોડ શૂટ કરવામાં આવ્યા હતા. અને આ શો ટીવી પર ઘણી વખત ટેલિકાસ્ટ કરવામાં આવ્યો. શોના શૂટિંગના છેલ્લા દિવસનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો બોલીવુડ ડાયરેક્ટ નામના ટ્વિટર હેન્ડલ પરથી શ2ર કરવામાં આવ્યો છે.

મહાભારત ટીવી શૉનો એ સમય હતો જ્યારે શહેર ઉપરાંત ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં લોકો ટ્રેક્ટરની બેટરી સાતે ટીવી કનેક્ટ કરીને મહાભારત જોતા હતા. આખા ગામના બાળકો, વૃદ્ધો અને પુત્ર-પુત્રીઓ ઘરના આંગણામાં ભેગા થતા હતા, જ્યાં ટીવી હોય.

મહાભારત જ એ સિરીયલ હતી, જેનાથી મુકેશ ખન્ના સ્ટાર બન્યા હતા. આ શૉમાં મુકેશ ખન્નાએ ભીષ્મ પિતામહનું પાત્ર ભજવ્યું હતું.આ શો બાદ તે જ્યાં પણ જાય લોકો તેમને પગે લાગતા હતા. રવિ ચોપરાએ ડિરેક્ટ કરેલા શોના છેલ્લા દિવસનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમામ કલાકારો લાગણીશીલ દેખાઈ રહ્યા છે. એક્ટર્સ એક બીજાને ગળે મળીને રડતા દેખાઈ રહ્યા છે અને આ લાંબી જર્ની દરમિયાન સાથે વીતાવેલા સમયને યાદ કરી રહ્યા છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે,'કર્મ હૈ ગીતા કા ઉપદેશ, મહાભારત હૈ શાંતિ સંદેશ'

અહીં જુઓ વીડિયો

મુકેશ ખન્ના, નીતિશ ભારદ્વાજ, ગજેન્દ્ર ચૌહાણ અને પંકજ ધીર આ વીડિયોમાં ભાવુક થતા દેખાઈ રહ્યા છે. શૂટિંગ સેટ પર જમા થયેલી ભીડ, કલાકારોના કોસ્ચ્યુમ અને તેમના મેકઅપના સામાન સહિતની ચીજવસ્તુઓ વીડિયોમાં બતાવવામાં આવી છે. મહાભારત દૂરદર્શનની સૌથી લોકપ્રિય સિરીયલ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Neha Dhupia: પતિ સાથે આવી રીતે સમય પસાર કરી રહી છે નેહા ધુપિયા

દૂરદર્શનના મહાભારત બાદ ઘણા પ્રોડ્યુસર ડિરેક્ટરોએ મહાભારત બનાવ્યું પણ એક પણ મહાભારત એટલું ન ચાલ્યું જેટલું રવિ ચોપરાનો શો ફેમસ થયો હતો. મુકેશ ખન્નાએ તો એક્તા કપૂરે બનાવેલા મહાભારતની પોતાના ફેસબુક પર ખૂબ ટીકા કરી હતી.

entertaintment television news doordarshan