બેલે ડાન્સ કરવાની પોતાની ઇચ્છા પૂરી કરી માધુરી દીક્ષ‌િત નેનેએ

14 June, 2019 11:10 AM IST  | 

બેલે ડાન્સ કરવાની પોતાની ઇચ્છા પૂરી કરી માધુરી દીક્ષ‌િત નેનેએ

માધુરી દીક્ષ‌િત નેને

માધુરી દીક્ષ‌િત નેનેએ તાજેતરમાં જ બેલે ડાન્સ કરવાની પોતાની ઇચ્છા પૂરી કરી છે. તેણે કલર્સ ચૅનલ પર આવનાર ‘ડાન્સ દીવાને’ રિયલિટી શોમાં શાઇના નામની એક સ્પર્ધક સાથે બેલે ડાન્સ કર્યો હતો. આ શો ૧૫ જૂનથી શરૂ થવાનો છે. આ શોમાં જજિઝ તરીકે માધુરી દીક્ષ‌િત નેને, ડિરેક્ટર શશાંક ખૈતાન અને કોરિયોગ્રાફર તુષાર કાલિયા જોવા મળશે. કલર્સ પર આ શો દર શનિવારે અને રવિવારે રાત્રે ૯ વાગ્યે જોવા મળશે.

આ પણ વાંચો : નચ બલિયે 9ને પ્રોડ્યુસ કરતા શોમાં આ એક્સ-કપલને નચાવશે સલમાન ખાન

આ શોમાં શાઇના નામની એક સ્પર્ધકે ‘ઓ વુમનિયા’ના ગીત પર બેલે ડાન્સ કર્યો હતો. તેનો ડાન્સ જોઈને તો માધુરી ખૂબ ખુશ થઈ ઊઠી હતી. તેની પ્રશંસા કરતાં માધુરીએ પ‌ણ તેની સાથે બેલે ડાન્સ કર્યો હતો. માધુરીએ થોડી જ સેકન્ડમાં આ ડાન્સ શીખી લીધો હતો. તેણે ખૂબ જ કૉન્ફિડન્સથી સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. તેનો ડાન્સ જોઈને શોમાં હાજર સૌકોઈ મંત્રમુગ્ધ થયા હતા.

madhuri dixit television news tv show