F.I.R.ની ચંદ્રમુખી ચૌટાલા ફરી પોલીસના અવતારમાં

18 October, 2019 02:10 PM IST  |  અમદાવાદ

F.I.R.ની ચંદ્રમુખી ચૌટાલા ફરી પોલીસના અવતારમાં

કવિતા કૌશિક

સબ ટીવી પર આવતી સિચુએશનલ કૉમેડી સિરિયલ F.I.R.માં ચંદ્રમુખી ચૌટાલાના પાત્રથી અત્યંત જાણીતી થયેલી અભનેત્રી કવિતા કૌશિક ફરી પોલીસના અવતારમાં આવી રહી છે.

ના, સબ ટીવી FIR સિરિયલ ફરી શરૂ કરવાની તૈયારી નથી કરી રહ્યું, પરંતુ કવિતા કૌશિક તેનું સૌથી જાણીતું થયેલું સુપર-કૉપનું પાત્ર ફરી ભજવવાની છે અને આ વખતે તે એક વેબ-સિરીઝ માટે. ચૌધરી ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડના નિર્માણ હેઠળ બની રહેલી ‘કૉબવેબ’ નામની વેબ-સિરીઝમાં કવિતા કૌશિક સાથે હિન્દી અને મરાઠી ફિલ્મો, નાટકો તથા સિરિયલો કરી ચૂકેલા મકરંદ દેશપાંડે અને મુન્નાભાઈ MBBSમાં ડૉ. રુસ્તમ પાવરી બનેલા કુરુશ દેબુ છે. હાલ આ વેબ-સિરીઝનું શૂટિંગ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : બૉબી ડેરામાં: MX પ્લેયરની આ વેબ-સિરીઝનું ડિરેક્શન પ્રકાશ ઝા કરશે

મકરંદ દેશપાંડે આ પહેલાં ઇરોઝ નાઓની ‘મોદી: સ્ટોરી ઑફ અ કૉમન મૅન’ તથા ‘ધ વર્ડિક્ટ:સ્ટેટ વર્સસ નાણાવટી’ વેબ-સિરીઝમાં અને કુરુશ ડેબુ ઝીફાઇવની ‘અકૂરી’ તથા ‘અંકલ કેન’માં દેખાઈ ચૂક્યા છે, જ્યારે કવિતા કૌશિકની આ પહેલી વેબ-સિરીઝ છે.

kavita kaushik television news