ટીવીના સૌથી ફેવરિટ જજ જોવા મળશે MTV હસલમાં

21 September, 2019 11:19 AM IST  |  મુંબઈ

ટીવીના સૌથી ફેવરિટ જજ જોવા મળશે MTV હસલમાં

ટીવીના સૌથી ફેવરિટ જજ જોવા મળશે MTV હસલમાં

જી હા, અમે વાત કરી રહ્યા છે શેખર રાવજીયાણીની. જે એમટીવી હસલમાં ગેસ્ટ જજ તરીકે જોવા મળશે. મ્યુઝિક કંપોઝર અને પ્લેબેક સિંગર,  શેખર ફરી ટીવી પર જોવા મળશે. આ વીકેન્ડના એપિસોડમાં તે જોવા મળશે. શેખર આ પહેલા અનેક રિઆલીટ શો જજ કરી ચુક્યા છે. જો કે તેમનો નવા ટેલેન્ટને મળવાનો ઉત્સાહ તેમને ટીવી તરફ પાછા ખેંચી લાવે છે.

શોમાં પ્રતિસ્પર્ધીઓ દર અઠવાડિયે પોતાના ગીતો જાતે જ કંપોઝ કરે છે અને પર્ફોર્મ કરે છે. જેને જોઈને શેખર ખૂબ જ ખુશ થયા હતા. કેટલાક પ્રતિસ્પર્ધીઓએ સાથે તો તેમણે જલ્દી જ કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી.

આ પણ જુઓઃ Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શેખરે તેનું વૉર ફિલ્મનું લેટેસ્ટ હિટ સોંગ ઘુંઘરૂ પણ પર્ફોર્મ કર્યું. જે નેશનલ ટીવી પર પહેલી વાર પર્ફોર્મ કરવામાં આવ્યું. હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફની આ ફિલ્મનું ગીત શેખર અને વિશાલે સાથે મળીને કંપોઝ કર્યું છે.

mtv shekhar ravjiani vishal-shekhar