ઇમરાન ખાન-પાર્વતી સહેગલ ખરીદશે હૉન્ટેડ પહાડી હવેલી

27 February, 2020 07:59 PM IST  |  Mumbai Desk

ઇમરાન ખાન-પાર્વતી સહેગલ ખરીદશે હૉન્ટેડ પહાડી હવેલી

એન્ડ ટીવીની રોમૅન્ટિક-હોરર ઝોનરની સિરિયલ ‘લાલ ઇશ્ક’માં ટીવી જગતના જાણીતા ચહેરાઓ કામ કરી ચૂક્યા છે. હવે ઇમરાન અને પાર્વતી, લલિત અને સુમનનાં પાત્રમાં જોવા મળશે

એન્ડ ટીવી પર આવતો સુપરનૅચરલ શો ‘લાલ ઇશ્ક’ જુદાં-જુદાં બૅકડ્રૉપમાં આકાર લેતી વાર્તાઓ દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. રોમૅન્ટિક-હોરર ઝોનરની આ ટીવી સિરીઝમાં ટીવી જગતના જાણીતા ચહેરાઓ કામ કરી ચૂક્યા છે. દરેક એપિસોડમાં નવી વાર્તા સાથે નવી કાસ્ટ જોવા મળે છે ત્યારે આગામી એપિસોડમાં ઇમરાન ખાન અને પાર્વતી સહેગલ જોવા મળશે.

આ બન્ને લલિત અને સુમન નામના કપલનું પાત્ર ભજવશે જે ૨૦ વર્ષ બાદ પોતાના પૂર્વજોના ગામડામાં આવે છે અને હૉન્ટેડ ‘પહાડી હવેલી’ ખરીદે છે. બીજા દિવસે જ્યારે લલિત પોતાના દાદાની મીઠાઈની દુકાન ખોલે છે ત્યારે કોઈને તેની મીઠાઈ પસંદ નથી આવતી. ત્યાર બાદ મરીચિકા નામનું ભૂત લલિતને પોતાની જાળમાં ફસાવીને પોતાની જાદુઈ મીઠાઈ વેચવા પ્રેરે છે.

ઇમરાન ખાને ‘બેહદ’, ‘બેઇન્તેહા’, ‘નાગિન’ જેવા શો કર્યા છે તો પાર્વતી સહેગલે ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’, ‘ગુસ્તાખ દિલ’, ‘ડોલી અરમાનો કી’માં અભિનય કર્યો છે.

indian television imran khan entertainment news