TVF ટ્રિપલિંગના ચિતવનની ભટ્ટ કૅમ્પમાં એન્ટ્રી

17 October, 2019 01:14 PM IST  |  અમદાવાદ

TVF ટ્રિપલિંગના ચિતવનની ભટ્ટ કૅમ્પમાં એન્ટ્રી

અમોલ પરાશર

મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની કંપની વિશેષ ફિલ્મ્સે વર્ષોથી ઘણા નવા ચહેરાઓને જાણીતા કર્યા છે. ટેલ‌િવ‌િઝનના કલાકારોને મોટા પડદા પર એન્ટ્રી અપાવી છે. હવે તેઓ ટેલ‌િવ‌િઝનની સાથે ડિજિટલ-વર્લ્ડના ટૅલન્ટેડ કલાકારોને પણ લઈ રહ્યા છે. ‘વિશેષ ફિલ્મ્સ’ના નેક્સ્ટ હિન્દી ફિલ્મ-પ્રોજેક્ટમાં અમોલ પરાશર અને સ્મૃતિ કાલરાને લીડ કાસ્ટ તરીકે પસંદ કરાયાં છે. ૨૦૧૬માં આવેલી વેબ-સિરીઝ ‘TVF ટ્રિપલિંગ’, જેમાં ત્રણ સગાં ભાઈ-બહેનની રોડ-ટ્રિપ પર સાથે જવાની વાત હતી એમાં નાના ભાઈ ચિતવન શર્માનું પાત્ર ભજવીને ડિજિટલ-દુનિયામાં અત્યંત જાણીતો થયેલો કલાકાર અમોલ પરાશર વિશેષ ફિલ્મ્સની આગામી ફિલ્મમાં જોવા મળશે. TVF ટ્રિપલિંગની બીજી સીઝન આ વર્ષે જ ૨૦૧૯માં રિલીઝ થઈ છે. અમોલે આ ઉપરાંત ‘પરછાઈ’ અને ‘હોમ સહિત’ની વેબ-સિરીઝ કરી છે તથા બે ફિલ્મોમાં સાઇડ રોલ કર્યા છે. આ ફિલ્મ મહત્વની એ માટે છે કે અમોલ તેમાં લીડ રોલ કરશે.

આ પણ વાંચો : હંગામા પ્લેની રાત્રિ કે યાત્રી વેબ-સિરીઝની કાસ્ટ ફાઇનલ

વિશેષ ફિલ્મ્સના પ્રોજેક્ટમાં અમોલ સાથે આવનારી ઍક્ટ્રેસ સ્મૃતિ કાલરા ‘૧૨/૨૪ કરોલ બાગ’, ‘સુવરીન ગુગ્ગલ-ટૉપર ઑફ ધ યર’, ‘દિલ સંભલ જા ઝરા’ સહિતની ટેલિવિઝન સિરિયલ કરી ચૂકી છે. સ્મૃતિ આવતા વર્ષે કલર્સ ટીવી પર આવનારી ‘ખતરોં કે ખિલાડી’ની દસમી સીઝનમાં પણ દેખાવાની છે.

television news tv show