દિવ્યાંકા ત્રિપાઠી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી તરીકે

30 October, 2019 12:41 PM IST  |  અમદાવાદ

દિવ્યાંકા ત્રિપાઠી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી તરીકે

દિવ્યાંકા ત્રિપાઠી

૨૦૧૩થી સ્ટાર પ્લસ પર ચાલી રહેલી ધારાવાહિક ‘યે હૈ મહોબ્બતેં’માં ડૉ. ઈશિતા ઐયરનું પાત્ર ભજવનાર જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ લંડનમાં યોજાનારા ‘કાર્ડિફ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં જ્યુરી તરીકે ભાગ લીધો.

‘યે હૈ મહોબ્બતેં’ ઉપરાંત ઝી ટીવીની ‘બનું મેં તેરી દુલ્હન’માં વિદ્યા-દિવ્યાનો ડબલ રોલ તથા તાજેતરમાં આવેલી alt બાલાજીની વેબ-સિરીઝ ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’ના નિત્યાના રોલમાં પણ દર્શકોએ દિવ્યાંકાને પસંદ કરી હતી. તે લંડનમાં યોજાનારા ‘કાર્ડિફ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં પ્રતિષ્ઠિત જ્યુરી તરીકે હાજર રહી હતી. દિવ્યાંકા એવી પહેલી અને એકમાત્ર ઑન-સ્ક્રિન ટેલીવીઝન અભિનેત્રી છે જેને યુકેના વેલ્સમાં યોજાનારા આ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી તરીકે આમંત્રણ મળ્યું હોય.

આ પણ જુઓ : બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

૨૦૧૬થી દર વર્ષે યોજાયા ફેસ્ટિવલમાં આ વખતે દિવ્યાંકા ઉપરાંત ભારતથી અનુરાગ કશ્યપ જ્યુરી તરીકે હાજર રહ્યો હતો. નવાઝુદ્દીન સિદ્દીકીને સિનેમામાં પ્રદાન બદલ ‘ગોલ્ડન ડ્રેગન એવૉર્ડ’થી સન્માનિત કરાયો. ૨૪થી ૨૭ ઓક્ટોબર-ત્રણ દિવસ ચાલેલા આ ફેસ્ટિવલની મેઈન ઈવેન્ટનું એન્કરિંગ ટીવી એક્ટર અને દિવ્યાંકાના પતિ વિવેક દહીયાએ કર્યું હતું.

divyanka tripathi television news