Bigg Boss 13: ગુસ્સે થયા સલમાન ખાન, કહ્યું- મારા ઘરમાંથી નીકળી જાઓ

05 October, 2019 03:52 PM IST  |  મુંબઈ

Bigg Boss 13: ગુસ્સે થયા સલમાન ખાન, કહ્યું- મારા ઘરમાંથી નીકળી જાઓ

સલમાન ખાન

કલર્સ પર પ્રસારિત થતા સૌથી વિવાદિત શો બિગ બૉસ 13માં શનિવારે રાત્રે હાઈ વૉલ્ટેજ ડ્રામાં જોવા મળશે. આજે આ સિઝનનો પહેલો વીકેન્ડ વાર થશે. જેમાં સલમાન ખાન તમામ પ્રતિસ્પર્ધીઓની ક્લાસ લઈ રહ્યા છે.

હાલમાં જ ચેનલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં સલમાન ખાન રશ્મિ દેસાઈ, દેવોલીનાથી લઈને શેફાલીને ફટકાર લગાવી રહ્યા છે. સલમાન કહેતા નજર આવી રહ્યા છે કે બિગ બૉસ હાઉસમાં વહુઓએ પોતાની એક ગેંગ બનાવી લીધી છે.


જે બાદ સલમાને તમામ પ્રતિસ્પર્ધીઓને પુછ્યું કે શું દેવોલીના ક્વીન બનવા માટે યોગ્ય છે, શું ચુપ રહેવું રશ્મિનો ગેમ પ્લાન છે. આગળ શોના હોસ્ટ સલમાન ખાન કહે છે કે શું કરી રહ્યા છો તમે ઘરની અંદર, મારા ઘરમાંથી બહાર નીકળી જાઓ.

તમને જણાવી દઈએ કે હાલમાં જ બિગ બૉસ હાઉસમાં બીબી હૉસ્પિટલ ટાસ્ક આપવામાં આવ્યું હતું. જેમાં શેફાલી, પારસ, દેવોલીના, માહિરાની ટીમે જીત મેળવી હતી. જો કે બાદમાં પરસ્પર સહમતિથી ઘરની ક્વીનની ચૂંટણી ન કરી શકવાના કારણે બિગ બૉસે ટાસ્ક રદ્દ કરી દીધું હતું. આ આખા ટાસ્ક બાદ શેફાગી બગ્ગાએ અસહમતિ વ્યક્ત કરી હતી. જેથી હવે આખું ઘર તેની સામે થઈ ગયું છે.

આ પણ જુઓઃ Aishwarya Majmudar: જુઓ ગરબા પ્રિન્સેસના અમેઝિંગ નવરાત્રી લૂક્સ

આ વખતે નોમિનેશનમાં રશ્મિ દેસાઈ, કોએના મિત્રા, દલજીત કૌર, શેફાલી અને દેવોલીના નોમિનેટ થયા છે. જો કે આ અઠવાડિયે વોટિંગ લાઈન્સ બંધ છે, એટલે જોવાનું એ રહેશે કે આ વીકેન્ડ કા વારમાં સલમાન શું ટ્વિસ્ટ લઈને આવે છે!

Bigg Boss devoleena bhattacharjee rashami desai