Bigg Boss 13 : શોમાં ફરી જોવા મળશે હિના ખાન, કરશે આ કામ

05 October, 2019 11:58 AM IST  |  મુંબઈ

Bigg Boss 13 : શોમાં ફરી જોવા મળશે હિના ખાન, કરશે આ કામ

સલમાન ખાન સાથે હિના ખાન

બિગ બૉસનો આ વીકેન્ડ ખૂબ જ ધમાકેદાર રહેશે. ટીવી એક્ટ્રેસ હિના ખાને હિન્ટ આપી છે કે તે બિગ બૉસના ઘરમાં આવશે. હિનાએ પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે, જેમાં તે સલમાન ખાન સાથે નજર આવી રહી છે. હિનાએ તેના કેપ્શનમાં લખ્યું કે, જ્યારે મિસ ખાન મિસ્ટર ખાનને મળી. સલમાન ખાન, તમારી સાથે સ્ટેજ શેર કરવું હંમેશા મજેદાર હોય છે. બિગ બૉસમાં ચાર સીઝનથી તમને મળી રહી છું.


આ ફોટોથી ક્યાસ લગાવવામાં આવી રહ્યું છે કે હિના ખાન બિગ બૉસના આ વીકેન્ડમાં મહેમાન હશે. હિના ખાન સિવાય ફિલ્મ સાયરા નરસિમ્હા રેડ્ડીની કાસ્ટ પણ ઘરમાં નજર આવશે.

હિના ખાન ઘરની પહેલી મહેમાન હશે. તેના ઘરમાં ગયા બાદ બિગ બૉસના ઘરમાં બંધ પ્રતિસ્પર્ધીઓને ખબર પડશે કે ઘરમાં તેમના ટાસ્ક, ઝઘડા અને કારનામોની શું પ્રતિક્રિયા મળી રહી છે. જેનાથી તેમને પોતાનું ટાસ્ક સારું કરવામાં મદદ કરશે.

આ પણ જુઓઃ Aishwarya Majmudar: જુઓ ગરબા પ્રિન્સેસના અમેઝિંગ નવરાત્રી લૂક્સ

સીઝન 11ની ફાઈનલિસ્ટ છે હિના ખાન
હિના ખાન બિગ બૉસ 11ની ફાઈનલિસ્ટ રહી ચુકી છે. આ સીઝનમાં શિલ્પા શિંદેએ ફાઈનલ જીત્યું હતું. અહેવાલો પ્રમાણે એ સિઝનમાં હિના ખાન જ સૌથી મોંઘી પ્રતિસ્પર્ધી હતી. તેમને દરેક દિવસ માટે એક લાખ રૂપિયા મળતા હતા. હિના ખાન યે રિશ્તા ક્યા કહલાતા હૈ, કસૌટી ઝિંદગી કી જેવા ટીવી શોમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને ખતરો કે ખિલાડી સિઝન 8માં ભાગ લીધો છે.

hina khan Salman Khan