Bigg Boss 13: હવે છોકરીઓ કરશે નક્કી છોકરાઓનું નસીબ, કોને કરશે નૉમિનેટ

12 October, 2019 09:35 AM IST  |  મુંબઈ

Bigg Boss 13: હવે છોકરીઓ કરશે નક્કી છોકરાઓનું નસીબ, કોને કરશે નૉમિનેટ

બિગ બૉસ 13નું એક દ્રશ્ય

ટીવીના સૌથી વિવાદિત શો બિગ બૉસ 13માં રોજ એક નવો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. હાલમાં જ જોવા મળ્યું કે તમામ છોકરાઓએ મળીને હાઉસની 4 છોકરીઓને નૉમિનેટ કરી હતી, હવે સમયનું ચક્ર ફરી ગયું છે. કારણ કે હવે છોકરીઓ છોકરાઓને નૉમિનેટ કરશે.

સતત બે વાર નૉમિનેશનનો ખરો ઉઠાવી ચુકેલી છોકરીઓના હાથમાં બિગ બૉસે એક પાવર આપ્યો છે. આ અઠવાડિયે છોકરાઓમાંથી કોણ બેઘર થા માટે નૉમિનેટ કરવાનું નક્કી કરશે. આ વાતને એક ટાસ્કથી નક્કી કરવામાં આવશે.
 
બિગ બૉસના ઘરમાં જલ્દી જ એક ટાસ્ક થવાનું છે જેમાં દરેક છોકરાના નામ પર એક ટબ ગાર્ડન એરિયામાં રાખવામાં આવશે. છોકરીઓએ તેમાં માછલી ભરવાની છે. અંતમાં જે ટબમાં સૌથી વધુ માછલીઓ હશે તે આવતા અઠવાડિયે નૉમિનેટ થઈ જશે.


હાલમાં જ કલર્સ ચેનલના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાંથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તમામ છોકરીઓ સારી રીતે ટાસ્ક કરતી નજર આવી રહી છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં દલજીત કૌર સિદ્ધાર્થ ડેને બહાર કરવાનો ઈશારો પણ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આગામી એપિસોડમાં વીડિયોમાં દરેક છોકરાનું ટબ ભરેલું નજર આવી રહ્યું છે.

એ સિવાય હાલમાં જ બિગ બૉસના ઘરનું રિપોર્ટ કાર્ડ પણ આપવામાં આવ્યું છે જેમાં છોકરીઓ છોકરાઓને બ્લેક રિંગ આપે છે. જે પણ છોકરાનો વહેવાર પસંદ નથી તો તેને બ્લેક રિંગ આપશે.

આ પણ જુઓઃ PHOTOS: બિકિનીમાં મૌની રૉયની આ તસવીરોએ મચાવી ધૂમ

આજ શોમાં વીકેન્ડનો વાર થવાનો છે જેમાં સલમાન ખાન સૌની ક્લાસ લગાવવાના છે.આ અઠવાડિયે ઘરમાંથી બેઘર થવા માટે રશ્મિ દેસાઈ, શહનાઝ ગિલ, દલજીત કૌર, કોએના મિત્રાનું નામ સામે આવ્યું છે.

Bigg Boss Salman Khan