નવા શૉની શહેનાઝના પિતાએ કરી નિંદા, ચેનલ પર મૂક્યો આરોપ...

15 February, 2020 06:06 PM IST  |  Mumbai Desk

નવા શૉની શહેનાઝના પિતાએ કરી નિંદા, ચેનલ પર મૂક્યો આરોપ...

બિગ બૉસ 13ની કોન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલના પિતાએ કહ્યું છે કે તેમણે પોતાની દીકરની વેડિંગ રિયાલિટી શૉને પોતાની સ્વીકૃતિ નથી આપી, જેનું ટાઇટલ 'મુજસે શાદી કરોગી' છે. બિગ બૉસના કોન્ટેસ્ટન્ટ પારસ છાબરા અને શહેનાઝ ગિલનું આગામી વેડિંગ રિયાલિટી શૉ મુજસે શાદી કરોગેનો આ પહેલો પ્રોમો શૅર કર્યા બાદ શહેનાઝના પિતાએ કહ્યું કે તે શૉ પ્રસારિત થવા નહીં આપે.

શહેનાઝના પિતાએ દેસી માર્ટિનીને જણાવ્યું કે તેમને લાગે છે કે આગામી શૉ બિગ બૉસનો આગામી ભાગ છે અને આ તેમની દીકરીના કરિઅરને પ્રભાવિત કરી શકે છે. શહેનાઝ બિગ બૉસની ફાઇનલિસ્ટમાંની એક છે, જે શનિવારે પૂરું થવાનું છે. મુજસે શાદી કરોગે 17 ફેબ્રુઆરીના પ્રીમિયર થવાનું છે. શહેનાઝના પિતાએ કહ્યું છે કે તે કલર્સ ટીવી સાથે મળીને વાત કરશે અને જો ચેનલ નહીં માને તો તે રાજનેતાઓની મદદ લેશે.

આ વિશે પૂછ્યા પર તેમણે કહ્યું કે, "જો મારી દીકરીને લગ્ન પર આધારિત શૉ કરવા માટે મજબૂર કરવામાં આવે છે, તો હું શિવસેનાની મદદ લઈશ." આ વિશે જણાવતાં તેમણે આગળ કહ્યું, "સનાની છબિ કેટરીના કૅફ બનાવવાને બદલે, તે રાખી સાવંતની જેમ તેની છબિ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે." આ વિશે પૂછ્યા પર તેમણે એ પણ કહ્યું કે, "આ સમસ્યા જાણીજોઇને કરવામાં આવી છે કારણકે તે જાણતાં હતા કે મારી દીકરીના ખૂબ જ વધારે ચાહકો છે અને તે બિગ બૉસ 13ના અન્ય કોન્ટેસ્ટન્ટની તુલનામાં ખૂબ જ આગળ છે અને તે આ શૉ જીતવાની ક્ષમતા રાખે છે."

આ પણ વાંચો : Bigg Boss: રાહુલ રોયથી દીપિકા કક્કર સુધી, જુઓ બિગ બોસના વિનર્સની એક ઝલક

આ કહેતા બિગ બૉસમાં ધાંધલી થઈ છે, શહેનાઝના પિતાએ કહ્યું કે, "તેમણે આ નક્કી કરી લીધું હતું કે સ્વયંવરનો પ્રોમો બહાર આવી જાય કારણકે તે ઇચ્છતા હતા કે શહેનાઝને વૉટ મળવા બંધ થઈ જાય અને સિદ્ધાર્થ શુક્લાને વિનર બનાવી શકાય. મારી દીકરીએ આખા શૉમાં ખૂબ જ મહેનત કરી છે પણ હવે તેના બદલે તેને ફક્ત 10 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. તેણે ખૂબ જ મહેનત કરી છે. કેટલાક એવા કોન્ટેસ્ટન્ટ પણ છે જેમને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે પણ તેમણે શૉમાં કંઇ પણ નથી કર્યું. પણ મારી દીકરીને ફક્ત 10 લાખ રૂપિયા આપવામાં આવે છે જ્યારે તેણે શૉમાં ઘણું બધું કર્યું છે અને હવે તે ખરેખર તેને પાગલ બનાવી રહ્યા છે અને તેની પાસે જે ઇચ્છે તે કરાવી શકે છે."

Bigg Boss Bigg Boss 13 television news