રાહુલ રોયથી દીપિકા કક્કર સુધી, જાણો બિગ બોસના વિનર્સ હાલ ક્યાં છે ?

Published: Sep 26, 2019, 11:49 IST | Bhavin
  • રાહુલ રોય (સિઝન 1) ફિલ્મ આશિકીથી ફેમસ થનાર રાહુલ રોયે બિગ બોસની પહેલી સિઝનમાં પાર્ટ લીધો હતો. આ શો જીત્યા બાદ તેમને કેટલીક ફિલ્મો પણ મળી હતી, જો કે તે બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ. 2014માં રાહુલ રોયે પત્ની રાજલક્ષ્મી સાથે છૂટાછેડા લીધા. છેલ્લે રાહુલ રોય ઝી5ની ફિલ્મ કેબ્રેમાં દેખાયા હતા. હાલ રાહુલ રોય કનુ બહલની ફિલ્મ 'આગ્રા'થી કમબેક કરવાના છે.

    રાહુલ રોય (સિઝન 1)

    ફિલ્મ આશિકીથી ફેમસ થનાર રાહુલ રોયે બિગ બોસની પહેલી સિઝનમાં પાર્ટ લીધો હતો. આ શો જીત્યા બાદ તેમને કેટલીક ફિલ્મો પણ મળી હતી, જો કે તે બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ. 2014માં રાહુલ રોયે પત્ની રાજલક્ષ્મી સાથે છૂટાછેડા લીધા. છેલ્લે રાહુલ રોય ઝી5ની ફિલ્મ કેબ્રેમાં દેખાયા હતા. હાલ રાહુલ રોય કનુ બહલની ફિલ્મ 'આગ્રા'થી કમબેક કરવાના છે.

    1/12
  • આશુતોષ કૌશિક (સિઝન 2) બિગ બોસ 2 જીતનાર આશુતોષ કૌશિક આ પહેલા રિયાલિટી શૉ રોડીઝ પણ જીતી ચૂક્યા છે. 2015માં તે લાલ રંગ નામની ફિલ્મમાં નાનકડા રોલમાં દેખાયા હતા. બાદમાં ઝિલા ગાઝિયાબાદ, લવ પૈસા દિલ્હી, ભડાસ જેવી ફિલ્મોમાં પણ તે કામ કરી ચૂક્યા છે.

    આશુતોષ કૌશિક (સિઝન 2)

    બિગ બોસ 2 જીતનાર આશુતોષ કૌશિક આ પહેલા રિયાલિટી શૉ રોડીઝ પણ જીતી ચૂક્યા છે. 2015માં તે લાલ રંગ નામની ફિલ્મમાં નાનકડા રોલમાં દેખાયા હતા. બાદમાં ઝિલા ગાઝિયાબાદ, લવ પૈસા દિલ્હી, ભડાસ જેવી ફિલ્મોમાં પણ તે કામ કરી ચૂક્યા છે.

    2/12
  • વિન્દુ દારા સિંહ (સિઝન 3) બિગબોસની ત્રીજી સિઝન દારાસિંહના પુત્ર વિન્દુ જીત્યા હતા. આ શૉ જીત્યા બાદ વિન્દુ ખૂબ જ ફેમસ થયા હતા. પરંતુ 2013માં IPL સટ્ટા કાંડમાં જેલમાં ગયા બાદ તેની કરિયર પર જાણે પૂર્ણવિરામ લાગી ગયું. વિન્દુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જ્યાં તે ફેમિલી સાથેના ફોટોઝ પોસ્ટ કરતા રહે છે. 2013માં વિન્દુ ઝરીન ખાન સાથે જટ્ટ જેમ્સ બોન્ડ નામની પંજાબી ફિલ્મમાં દેખાયા હતા.

    વિન્દુ દારા સિંહ (સિઝન 3)

    બિગબોસની ત્રીજી સિઝન દારાસિંહના પુત્ર વિન્દુ જીત્યા હતા. આ શૉ જીત્યા બાદ વિન્દુ ખૂબ જ ફેમસ થયા હતા. પરંતુ 2013માં IPL સટ્ટા કાંડમાં જેલમાં ગયા બાદ તેની કરિયર પર જાણે પૂર્ણવિરામ લાગી ગયું. વિન્દુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જ્યાં તે ફેમિલી સાથેના ફોટોઝ પોસ્ટ કરતા રહે છે. 2013માં વિન્દુ ઝરીન ખાન સાથે જટ્ટ જેમ્સ બોન્ડ નામની પંજાબી ફિલ્મમાં દેખાયા હતા.

    3/12
  • શ્વેતા તિવારી (સિઝન 4) બિગ બોસ 4 જીતનાર શ્વેતા તિવારીએ 2013માં એક્ટર અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. 2016માં તેમને બાળકનો જન્મ થયો હતો. બાદમાં શ્વેતા તિવારીએ ફિલ્મોમાં કમબેક કર્યું અને નેપાળી ફિલ્મ ત્રિનેત્રમાં લીડ રોલમાં દેખાઈ હતી. મળતી માહિતી પ્રમાણે અપકમિંગ ઈરોટિક ફિલ્મ રેર એન્ડ ડેર: સિક્સ એક્સમાં શ્વેતા તિવારી ચમકવાના છે.

    શ્વેતા તિવારી (સિઝન 4)

    બિગ બોસ 4 જીતનાર શ્વેતા તિવારીએ 2013માં એક્ટર અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. 2016માં તેમને બાળકનો જન્મ થયો હતો. બાદમાં શ્વેતા તિવારીએ ફિલ્મોમાં કમબેક કર્યું અને નેપાળી ફિલ્મ ત્રિનેત્રમાં લીડ રોલમાં દેખાઈ હતી. મળતી માહિતી પ્રમાણે અપકમિંગ ઈરોટિક ફિલ્મ રેર એન્ડ ડેર: સિક્સ એક્સમાં શ્વેતા તિવારી ચમકવાના છે.

    4/12
  • જૂહી પરમાર (સિઝન 5) બિગ બોસ 5 વિન જૂહી પરમાર ઘણા સમયથી સમાચારોમાંથી ગાયબ છે. 2013માં જૂહીએ પુત્રી સમાયરાને જન્મ આપ્યો હતો. હાલ તે માતૃત્વ માણી રહી છે. 2016થી 2018 વચ્ેચ જૂહીએ શનિ નામના ટીવી શોમાં છાયાનો રોલ કર્યો હતો. આ ઉપરાંત તે તંત્ર નામની સિરીયલમાં પણ દેખાઈ હતી.

    જૂહી પરમાર (સિઝન 5)

    બિગ બોસ 5 વિન જૂહી પરમાર ઘણા સમયથી સમાચારોમાંથી ગાયબ છે. 2013માં જૂહીએ પુત્રી સમાયરાને જન્મ આપ્યો હતો. હાલ તે માતૃત્વ માણી રહી છે. 2016થી 2018 વચ્ેચ જૂહીએ શનિ નામના ટીવી શોમાં છાયાનો રોલ કર્યો હતો. આ ઉપરાંત તે તંત્ર નામની સિરીયલમાં પણ દેખાઈ હતી.

    5/12
  • ઉર્વશી ધોળકિયા (સિઝન 6) ઉર્વશ ધોળકિયા બિગ બોસની સિઝન 6માં વિજેતા બની હતી. તે વર્ક ફ્રંટ પર અને સોશિયલ સર્કિટમાં એક્ટિવ છે. બિગ બોસ 6 જીત્યા બાદ ઉર્વશીએ ચંદ્રકાંતા અને બડી દૂર સે આયે હૈ નામની સિરીયલો કરી હતી. હાલ તે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 9માં પાર્ટ લઈ રહી છે.

    ઉર્વશી ધોળકિયા (સિઝન 6)

    ઉર્વશ ધોળકિયા બિગ બોસની સિઝન 6માં વિજેતા બની હતી. તે વર્ક ફ્રંટ પર અને સોશિયલ સર્કિટમાં એક્ટિવ છે. બિગ બોસ 6 જીત્યા બાદ ઉર્વશીએ ચંદ્રકાંતા અને બડી દૂર સે આયે હૈ નામની સિરીયલો કરી હતી. હાલ તે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 9માં પાર્ટ લઈ રહી છે.

    6/12
  • ગૌહર ખાન (સિઝન 7) બિગ બોસ હાઉસમાં ઝઘડા અને મતભેદને કારણે ગૌહર ખાન શો દરમિયાન સતત ચર્ચામાં હતી. આ ઉપરાંત કુશા ટંડન સાથેની ઈન્ટીમસીએ પણ ચર્ચા જગાવી હતી. જો કે ગૌહર ખાને આ સિઝન જીતી લીધી અને બાદમાં તે ઘમી ફિલ્મો તેમજ રિયાલિટી શોમાં દેખાઈ હતી. વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ બેગમ જાનમાં ગૌહર ખાનની એક્ટિંગ ખૂબ વખણાઈ હતી. ગૌહર ખાન છેલ્લે ધ ઓફિસ નામની વેબ સિરીઝમાં પણ દેખાઈ હતી.

    ગૌહર ખાન (સિઝન 7)

    બિગ બોસ હાઉસમાં ઝઘડા અને મતભેદને કારણે ગૌહર ખાન શો દરમિયાન સતત ચર્ચામાં હતી. આ ઉપરાંત કુશા ટંડન સાથેની ઈન્ટીમસીએ પણ ચર્ચા જગાવી હતી. જો કે ગૌહર ખાને આ સિઝન જીતી લીધી અને બાદમાં તે ઘમી ફિલ્મો તેમજ રિયાલિટી શોમાં દેખાઈ હતી. વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ બેગમ જાનમાં ગૌહર ખાનની એક્ટિંગ ખૂબ વખણાઈ હતી. ગૌહર ખાન છેલ્લે ધ ઓફિસ નામની વેબ સિરીઝમાં પણ દેખાઈ હતી.

    7/12
  • ગૌતમ ગુલાટી (સિઝન 8) બિગ બોસ જીત્યા બાદ ગૌતમ ગુલાટીની તો જાણે કિસ્મત જ બદલાઈ ગઈ. બિગ બોસ બાદ તેણે 'દિયા ઔર બાતી હમ'માં કામ કર્યું. બાદમાં તેણે કેટલીક ફિલ્મો પણ કરી હતી. 2016માં ગૌતમ ગુલાટી ફિલ્મ અઝહર અને 2017માં બહેન હોગી તેરીમાં દેખાયા હતા.

    ગૌતમ ગુલાટી (સિઝન 8)

    બિગ બોસ જીત્યા બાદ ગૌતમ ગુલાટીની તો જાણે કિસ્મત જ બદલાઈ ગઈ. બિગ બોસ બાદ તેણે 'દિયા ઔર બાતી હમ'માં કામ કર્યું. બાદમાં તેણે કેટલીક ફિલ્મો પણ કરી હતી. 2016માં ગૌતમ ગુલાટી ફિલ્મ અઝહર અને 2017માં બહેન હોગી તેરીમાં દેખાયા હતા.

    8/12
  • પ્રિન્સ નરુલા (સિઝન 9) રોડીઝ અને સ્પ્લિટ્સ વિલા જેવા રિયાલિટી શોમા પાર્ટ લીધા બાદ પ્રિન્સ બિગ બોસની 9મી સિઝન જીત્યા હતા. બાદમાં પ્રિન્સે બધો બહુ નામની સિરિયલમાં એક્ટિંગ કરી. હાલ તે રોડીઝની સિઝન 14માં દેખાયા હતાં. પ્રિન્સે 2018માં યુવિકા ચૌધરી સાથે લગ્ન કર્યા છે. બંને લાલ ઈશ્ક નામની હોરર સિરીયલમાં સાથે દેખાયા હતા.

    પ્રિન્સ નરુલા (સિઝન 9)

    રોડીઝ અને સ્પ્લિટ્સ વિલા જેવા રિયાલિટી શોમા પાર્ટ લીધા બાદ પ્રિન્સ બિગ બોસની 9મી સિઝન જીત્યા હતા. બાદમાં પ્રિન્સે બધો બહુ નામની સિરિયલમાં એક્ટિંગ કરી. હાલ તે રોડીઝની સિઝન 14માં દેખાયા હતાં. પ્રિન્સે 2018માં યુવિકા ચૌધરી સાથે લગ્ન કર્યા છે. બંને લાલ ઈશ્ક નામની હોરર સિરીયલમાં સાથે દેખાયા હતા.

    9/12
  • માનવીર ગુર્જર (સિઝન 10) બિગ બોસ 10 જીતનાર માનવીર ગુર્જરે પોતાના ખાનગી લગ્ન અને કો કન્ટેસ્ટન્ટ નીતિભા કૌલ સાથેના સંબંધોને લઈ ચર્ચા જગાવી હતી. હાલ તે સમાજ સેવાના કામોમાં વ્યસ્ત છે. ક્યારેક માનવીર પોતાના સેલિબ્રિટી ફ્રેન્ડઝ સાથે પાર્ટી કરતા પણ જોવા મળે છે.

    માનવીર ગુર્જર (સિઝન 10)

    બિગ બોસ 10 જીતનાર માનવીર ગુર્જરે પોતાના ખાનગી લગ્ન અને કો કન્ટેસ્ટન્ટ નીતિભા કૌલ સાથેના સંબંધોને લઈ ચર્ચા જગાવી હતી. હાલ તે સમાજ સેવાના કામોમાં વ્યસ્ત છે. ક્યારેક માનવીર પોતાના સેલિબ્રિટી ફ્રેન્ડઝ સાથે પાર્ટી કરતા પણ જોવા મળે છે.

    10/12
  • શિલ્પા શિંદે (સિઝન 11) બિગ બોસની 11મી સિઝન જીત્યા બાદ શિલ્પા શિંદેએ એક્ટિંગ ચાલુ રાખી હતી. બાદમાં તે કાનપુર વાલે ખુરાનાઝ નામના શોમાં દેખાયા હતા. તો પરેશ રાવલ અને રિશી કપૂરની ફિલ્મ પટેલ કી પંજાબી શાદીના એક ગીતમાં શિલ્પા શિંદે સ્પેશિયલ અપિરિયન્સમાં પણ દેખાયા હતા.

    શિલ્પા શિંદે (સિઝન 11)

    બિગ બોસની 11મી સિઝન જીત્યા બાદ શિલ્પા શિંદેએ એક્ટિંગ ચાલુ રાખી હતી. બાદમાં તે કાનપુર વાલે ખુરાનાઝ નામના શોમાં દેખાયા હતા. તો પરેશ રાવલ અને રિશી કપૂરની ફિલ્મ પટેલ કી પંજાબી શાદીના એક ગીતમાં શિલ્પા શિંદે સ્પેશિયલ અપિરિયન્સમાં પણ દેખાયા હતા.

    11/12
  • દીપિકા કક્કર (સિઝન 12) બિગ બોસની છેલ્લી એટલે કે 12મી સિઝન સસુરાલ સિમર કા ફેમ દીપિકા કક્કરે જીતી હતી. જ્યારે તેનો ખાસ ફ્રેન્ડ શ્રીસંથ રનર અપ બન્યો હતો. બિગ બોસ જીત્યા બાદ તે કહાં હમ કહાં તુમ શોમાં કરણ ગ્રોવર સાથે દેખાઈ હતી.

    દીપિકા કક્કર (સિઝન 12)

    બિગ બોસની છેલ્લી એટલે કે 12મી સિઝન સસુરાલ સિમર કા ફેમ દીપિકા કક્કરે જીતી હતી. જ્યારે તેનો ખાસ ફ્રેન્ડ શ્રીસંથ રનર અપ બન્યો હતો. બિગ બોસ જીત્યા બાદ તે કહાં હમ કહાં તુમ શોમાં કરણ ગ્રોવર સાથે દેખાઈ હતી.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

બિગ બોસની પહેલી સિઝન જીતનાર રાહુલ રોયથી છેલ્લે 12મી સિઝન જીતનાર દીપિકા કક્કર સુધીના તમામ કલાકારો બિગ બોસના કારણે ખૂબ જ ફેમસ થયા છે. પણ શું તમે જાણો છો કે છેલ્લી 12 સિઝનના વિનર્સ શો જીત્યા બાદ શું કરી રહ્યા છે ?

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK