Bigg Boss 13: પારસ અને શહેનાઝ બન્યા દુલ્હો-દુલ્હન, જુઓ પ્રોમો વીડિયો

15 February, 2020 04:19 PM IST  |  Mumbai Desk

Bigg Boss 13: પારસ અને શહેનાઝ બન્યા દુલ્હો-દુલ્હન, જુઓ પ્રોમો વીડિયો

Bigg Boss 13નું ફિનાલે થોડાંક જ કલાકના અંતરે છે ત્યારે ચેનલે શહેનાઝ ગિલ અને પારસ છાબરાા સ્વયંવરનો પ્રોમો રિલીઝ કરી દીધો છે. મુજસે શાદી કરોગે ટાઇટલવાળા શૉમાં પારસ અને શહેનાઝ એક આદર્શ સાથીની શોધ કરતાં દેખાશે. આ શૉ BB13ના સમયે જ આવશે. ટીવી રિયાલિટી શૉ બિગ બૉસના 13મા સીઝનની ટ્રોફી કોને મળશે, તેનું અનુમાન લગાડવાની સાથે સાથે ચેનલે દર્શકોનું ધ્યાનાકર્ષિત કરવા માટે પોતાના આગામી શૉનો પહેલો પ્રોમો રિલીઝ કરી દીધો છે.

BB13ના ફાઇનલિસ્ટ શહેનાઝ ગિલ અને પારસ છાબરાનો આ પ્રોમો ખૂબ જ રસપ્રદ છે અને દર્શકોને પણ તેમના આ પ્રવાસમાં સામેલ થવા માટે કહી રહ્યા છે, તે એક સાથીની શોધમાં છે. આ જોડીએ લગ્નના કપજાં પહેરીને શૉનો પ્રોમો શૂટ કર્યો છે. પ્રોમોમાં લગ્ન મંડપ બેક્ગ્રાઉન્ડમાં દેખાય છે. પારસ શેરવાની અને શેહનાધને લાલ કલરના લહેંગામાં નેકપીસ અને ઝુમકા પહેરી શૂટ કર્યું છે.

પ્રોમો ખાટાં અને મીઠા નોટ પર શરૂ થાય છે, જેમાં પારસ અને શહેનાઝ બન્ને લગ્ન કરવા માટે સ્વીકાર કરે છે, પણ એકબીજા સાથે નહીં. બિગ બૉસ 13ના ફાઇનલ પછી પારસ અને શહેનાઝના સ્વયંવરનો આ શૉ બીબી 13ના ટાઇમ સ્લૉટ પર જ દેખાશે. શૉના આ પ્રોમોને નેટિઝન્સ પાસેથી મિક્સ પ્રતિક્રિયા મળી છે, જ્યારે કેટલાક શૉની રાહ જોતાં દેખાય છે.

આ પણ વાંચો : Bigg Boss: રાહુલ રોયથી દીપિકા કક્કર સુધી, જુઓ બિગ બોસના વિનર્સની એક ઝલક

આ દરમિયાન માહિરા શર્માા ઘરમાંથી ગયા પછી ફાઇનલમાં પારસ છાબડા, સિદ્ધાર્થ શુક્લા, આરતી સિંહ, શહેનાઝ ગિલ, આસિમ રિયાઝ અને રશ્મિ દેસાઇ વચ્ચે ફાઇનલ કૉમ્પિટીશન છે. આ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે બીબી 13 સિદ્ધાર્થ શુક્લા જીતી શકે છે. પ્રિયંકા ચોપરાની કઝિન મીરા ચોપરાએ પણ સિદ્ધાર્થ શુક્લાના જીતવાની ભવિષ્યવાણી કરી છે. તો અભિનેતા કરણવીર વોહરાએ પણ સિદ્ધાર્થના શૉ જીતવાની વાત કરી છે.

Bigg Boss 13 Bigg Boss television news