બિગ બીએ કૌન બનેગા કરોડપતિની સીઝન-11નું શૂટિંગ શરૂ કર્યું

05 August, 2019 11:31 AM IST  |  મુંબઈ

બિગ બીએ કૌન બનેગા કરોડપતિની સીઝન-11નું શૂટિંગ શરૂ કર્યું

અમિતાભ બચ્ચન

ભારતીય ટેલિવિઝનની દુનિયામાં સૌથી લોકપ્રિય ક્વિઝ પર આધારિત સિરિયલ ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી)ની સીઝન-૧૧નું શૂટિંગ અમિતાભ બચ્ચને શરૂ કર્યું છે. લોકો આ શોને લઈને હંમેશાં ઉત્સાહી હોય છે. આ શોની ૧૦ સીઝનમાંથી ૩ને શાહરુખ ખાને હોસ્ટ કરી હતી. કેબીસીના સેટ પરના બે ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું, ‘શરૂઆત થઈ ગઈ છે કેબીસીની અન્ય સીઝનની. ૧૯ વર્ષ થયાં એની શરૂઆતને. ૧૧મી સીઝન અને દર્શકોનો ભરપૂર પ્રેમ.’

kaun banega crorepati amitabh bachchan television news