આવે છે પહેલું બચ્ચાંઓનું ડિજિટલ પ્લૅટફૉર્મ વૂટકિડ્સ

13 November, 2019 12:47 PM IST  |  Mumbai

આવે છે પહેલું બચ્ચાંઓનું ડિજિટલ પ્લૅટફૉર્મ વૂટકિડ્સ

વૂટકિડ્સ- તસવીર સૌજન્ય VootSite

એકધારી ફરિયાદ ચાલતી હતી કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર યંગસ્ટર્સ અને ઍડલ્ટ ઑડિયન્સ માટે પૂરતું મનોરંજન છે પણ બાળકો માટે કશું નથી. આ કમ્પ્લેઇન્ટ હવે કલર્સ ટીવીના ડિજિટલ પ્લૅટફૉર્મ વૂટે દૂર કરી છે અને ૧૪મી નવેમ્બરના બાલદિન ન‌િમિતે વૂટકિડ્સ નામનું ખાસ બાળકો માટેનું પ્લૅટફૉર્મ લૉન્ચ કરવાનું છે. આ પ્લૅટફૉર્મ પર માત્ર અને માત્ર બાળકોનું ધ્યાન રાખવામાં આવશે અને એને લગતા જ બધા પ્રોગ્રામ અને મૂવીઝ રાખવામાં આવશે.

આ પણ જુઓ : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

વૂટક‌િડ્સ પર દુનિયાભરના પૉપ્યુલર ઍનિમેશન ઉપરાંત ઇન્ડિયન ઍનિમેશન પણ રાખવામાં આવ્યા છે તો સાથોસાથ વિશ્વભરના પૉપ્યુલર કાર્ટૂન પણ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત પ્લૅટફૉર્મ પર ઑડિયો બુક્સ પણ છે તો જે પેરન્ટ્સ પોતાનાં બાળકોને રીડિંગની આદત આપવા માગે છે એ બાળકો માટે ઈ-બુક્સ પણ આ પ્લૅટફૉર્મ પર છે, જે કિન્ડલ ફૉર્મેટ સાથે વાંચી શકાશે.
વૂટકસડ્ઝ ડેવલપ કરતાં પહેલાં પાંચસોથી પણ વધુ પૉપ્યુલર પેરન્ટ્સને મળીને એ પ્લૅટફૉર્મ પર શું હોવું જોઈએ અને એ સેલિબ્રિ‌ટી પેરન્ટ્સ એના બાળકોને શું દેખાડવા, શું વંચાવવા માગે છે એનો સર્વે કરવામાં આવ્યો હતો.

television news