Movie Review:Gully boy છે બહોત હાર્ડ, વાંચો કેટલા મળ્યા સ્ટાર

15 February, 2019 09:18 AM IST  |  | ભાવિન રાવલ

Movie Review:Gully boy છે બહોત હાર્ડ, વાંચો કેટલા મળ્યા સ્ટાર

બોલે તો પબ્લિક... ઈસકા ટાઈમ આ ગયા !

સ્ટાર કાસ્ટઃ રણવીરસિંહ, આલિયા ભટ્ટ, સિદ્ધાંત ચતુર્વેદી, વિજય રાઝ, કલ્કી કોયલીન

ડિરેક્ટરઃ ઝોયા અખ્તર

સ્ટોરી મજબૂત હૈ ભાઈ પણ...

આમ તો ટ્રેલર પરથી ખ્યાલ આવે જ છે, કે ફિલ્મની સ્ટોરી શું છે. ફિલ્મની સ્ટોરી મુરાદ નામના ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા યુવાનની છે. અછતો, પરિવારની મુશ્કેલીઓ વચ્ચે મોટા થયેલા મુરાદને કંઈક કરવું છે. તેને સમસ્યાઓ સામે ગુસ્સો છે, પરિસ્થિતિ પર ગુસ્સો છે. આ ગુસ્સો તે શબ્દોમાં ઉતારે છે. અને ફિલ્મમાં એમસી શૅર એટલે કે સિદ્ધાંત ચતુર્વેદીને મળ્યા બાદ તેને દિશા મળે છે. તેને મુરાદને રૅપર બનવું છે. તો આ રૅપર બનવાની સ્ટ્રગલની સાથે સાથે તેના પરિવારની, તેની સાથે જોડાયેલા દરેક પાત્રની સ્ટ્રલગ છે ફિલ્મ ગલી બૉય. આ ઉપરાંત મુરાદ-સફીનાની લવસ્ટોરી પણ છે. બોલે તો સ્ટોરી મજબૂત હૈ ભાઈ પર લંબી બહોત હૈ.. અને ફર્સ્ટ હાફ ખેંચાય છે. મુરાદને શું કરવું છે ત્યાં પહોંચતા સુધી ફિલ્મ સ્લો ચાલે છે, પણ પછીની પેસ તમને પકડી રાખશે. 

પાવરપેક્ડ એક્ટિંગ

એઝ ઓલ્વેઝ રણવીરસિંહ ઈઝ રોકિંગ. (ખબર નહીં આ માણસ શું ખાય છે !) આખી ફિલ્મમાં રણવીરની એનર્જી જોરદાર છે. એમાં. દૂરી રૅપ સોંગમાં તેની આંખો પણ એક્ટિંગ કરે છે. તો આલિયા ભટ્ટના ભાગે થોડો નાનો રોલ આવ્યો છે. પણ જેટલી વખત આલિયા સ્ક્રીન પર આવે છે એટલી વખત ઈમ્પેક્ટ છોડે છે. તો રણવીર-આલિયાની કેમેસ્ટ્રી પણ દરેક સીનમાં ઉડીને આંખે વળગે છે. રણવીરના અબ્બાના રોલમાં વિજય રાઝ પણ જામે છે. આ ઉપરાંત પહેલી જ ફિલ્માં સિદ્ધાંત ચતુર્વેદીએ પણ પોતાની હાજરી દર્શાવી છે. રૅપ, એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરીમાં સિદ્ધાંત ક્યાંય પાછો નથી પડતો.

ડિરેક્શન છે દમદાર

ફિલ્મમાં રણવીરની સાથે સાથે અસલી હીરો ડિરેક્ટર ઝોયા અખ્તર છે. ફિલ્મની એક્ટિંગથી લઈને મ્યુઝિક, સ્ટોરી, ડાયલોગ્સ એક પણ કમ્પાર્ટમેન્ટમાં કમી નથી વર્તાતી. કેરેક્ટર જસ્ટિફિકેશન પરફેક્ટ છે. શરૂઆતમાં જે પાત્રો વિચિત્ર લાગે છે, એ જ પાત્ર છેલ્લા સીનમાં તમને ગમવા લાગશે. આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે તેના ડાયલોગ્સ. વિજય મોર્ય (જે ફિલ્મમાં મુરાદનો મામાનો રોલ પણ કરી રહ્યા છે) તેમણે કલમથી કમાલ કરી છે. 'તેરે અંદર તૂફાન હૈ', 'અગર દુનિયામેં સબ કમ્ફર્ટેબલ હોતે, તો રૅપ કોન કરતા' આવા સંખ્યાબંધ વન લાઈનર્સ તાળિયો ઉસેટવા કાફી છે. તો રૅપરની સ્ટોરી હોવાને કારણે શબ્દો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ મહત્વના છે, અને બંને જબરજસ્ત છે.

આ પણ વાંચોઃ પ્રમોશન દરમિયાન આ લૂકમાં જોવા મળ્યા આલિયા ભટ્ટ-રણવીરસિંહ

શું ખૂટે છે ?

ઓવરઓલ ફિલ્મ સરસ બની છે. બસ એક જ માઈનસ પોઈન્ટ છે ફિલ્મની લંબાઈ. સાથે જ અંડરડોગ સ્ટોરી હોવાને કારણે પ્રિડિક્ટેબલ પણ છે. તો ફિલ્મમાં ટ્વિસ્ટ પણ ખૂટે છે. જો કે એક વ્યક્તિની સફળતાની આ સ્ટોરી ગૂઝબમ્સ પણ લાવે છે અને આંખમાં આંસુ પણ.

મિડ ડે મીટર: 4*/5* (ચાર સ્ટાર)

ranveer singh alia bhatt movie review zoya akhtar