Kalank Celeb Review:જાણો બોલીવુડ સેલેબ્સે શું કહ્યું ?

17 April, 2019 10:16 AM IST  |  મુંબઈ

Kalank Celeb Review:જાણો બોલીવુડ સેલેબ્સે શું કહ્યું ?

મલ્ટી સ્ટારર પીરિયડ લવ સાગા કલંક આજે બોક્સ ઓફિસ પર બુધવારે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મની જબરજસ્ત સ્ટારકાસ્ટ અને પ્રોડક્શન દર્શકોને અભિભૂત કરી શકે છે. કરણ જોહર માટે આ ફિલ્મ દિલની ખૂબ જ નજીક છે, કારણ કે આ ફિલ્મ તેમના પિતા યશ જોહરનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જે છેલ્લા 15 વર્ષથી અટકેલી હતી. જો કે હવે કરણ જોહરે પપ્પાના આ ડ્રીમ પ્રોજેક્ટને મૂર્તિમંત કર્યો છે.

ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું ત્યારથી જ આલિયા ભટ્ટ, વરુણ ધવન, સોનાક્ષી સિંહા અને આદિત્ય રૉય કપૂરના લૂકના વખાણ થઈ રહ્યા છે. 16 એપ્રિલે ફિલ્મના મેકર્સે બી ટાઉન માટે સ્પેશિયલ સ્ક્રીનીંગનું આયોજન કર્યું હતું. જેમાં બોલીવુડના જાણીતા સિતારાઓ હાજર રહ્યા હતા. ફિલ્મ જોયા બાદ લગભગ તમામ સેલેબ્સે એક્ટર્સના વખાણ કર્યા છે.

આ પણ વાંચોઃKalank:મોસ્ટ અવેઈટેડ મલ્ટી સ્ટારર ફિલ્મ વિશેની જાણવા જેવી વાતો

 બિગ બિઝનેસની છે આશા

બુધવારે મહાવીર જયંતી હોવાને કારણે કલંક રિલીઝ થઈ છે. તો આગળ ગુડ ફ્રાઈડેના કારણે પણ ફિલ્મને લોંગ વીક એન્ડ મળી રહ્યો છે. ત્યારે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કરશે, ઓપનિંગ ડેનું કલેક્શન શું હશે તે જાણવા પણ લોકો ઉત્સુક છે.

karan johar varun dhawan alia bhatt bollywood sonakshi sinha sanjay dutt