Sye Raa Narasimha Reddy Review: જાણો કેવી છે ચિરંજીવી, અમિતાભની આ ફિલ્મ

02 October, 2019 12:45 PM IST  |  મુંબઈ | પરાગ છાપેકર

Sye Raa Narasimha Reddy Review: જાણો કેવી છે ચિરંજીવી, અમિતાભની આ ફિલ્મ

સાયરા નરસિમ્હા રેડ્ડી

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ પર આમ બહુ વધુ ફિલ્મો નથી બની પરંતુ જેટલી ફિલ્મો બની છે તે યાદગાર અને ભવ્ય છે. મનોજ કુમારની શહીદથી લઈને ક્રાંતિ, લગાન જેવી ફિલ્મો સંગ્રામની અમર ગાથાઓ કહે છે, આ જ સિલસિલાને આગળ વધારે છે સાયરા નરસિમ્હા રેડ્ડી. બોલીવુડ અને ટોલીવુડના બે મહાનાયક અમિતાભ બચ્ચન અને ચિરંજીવી જ્યારે એકસાથે આવે તો જાહેર છે કે ફિલ્મ લાર્જર ધેન લાઈફ હશે.

ફિલ્મ નરસિમ્હા રેડ્ડીન જીવન પર આધારિત છે, જેમણે 1857ની ક્રાંતિના દસ વર્ષ પહેલા પોતાના રાજ્ય ઉયાલપાડાથી આઝાદીનું બ્યુગલ ફુંક્યું હતું. ફિલ્મ ખૂબ જ ભવ્ય અને દર્શનીય છે. નિર્દેશક સુરેન્દ્ર રેડ્ડી દર્શકોને 1847ના દશકમાં લઈ જવામાં કામિયાબ રહ્યા છે. તેમણે દરેક નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યું છે, જે તે સમયે ઉપયોગ થયો હોય કે મળતી હોય.

અભિનયની વાત કરીએ તો ચિરંજીવી છવાઈ ગયા છે. નરસિમ્હા રેડ્ડીના કિરદારમાં એક ક્ષણ પણ એવું નથી લાગતું કે આ કિરદાર ચિરંજીવી નિભાવી રહ્યા છે. તેઓ ખુદ નરસિમ્હા રેડ્ડી જ નજર આવી રહ્યા હતા. મહાનાયક અમિતાભ બચ્ચન પણ તેમના કિરદારમાં એકદમ જીવંત લાગી રહ્યા છે. સાથે જ કિચ્ચા સુદીપ, વિજય સેતુપત, જગપથી બાબૂ, રવિ કિશન, નયનતારા, તમન્નાહ અને નિહારિકા જેવા કલાકારો પણ ઉભરતા નજર આવી રહ્યા છે. તમામે ઉમદા પ્રદર્શન કર્યું છે.

આ પણ જુઓઃ Mahatma Gandhi 150th Birth anniversary: બાપુની જીવન ઝરમર જુઓ તસવીરોમાં...

ખાસ કરીને કિચ્ચા સુદીપ અને તમન્નાહે એવું પર્ફોમન્સ આપ્યું છે જે અત્યાર સુધીનું તેમની કરિઅરનું સૌથી બેસ્ટ છે. કુલ મળીને એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે સાયરા નરસિમ્હા રેડ્ડી એવી ફિલ્મ છે જેને માત્ર એક ઈતિહાસની નજરથી જોવી જરૂરી છે પરંતુ એક કલાકૃતિ તરીકે પણ જોવી જોઈએ. જો કે ફિલ્મની લંબાઈ થોડી વધારે છે પરંતુ ફિલ્મની ગતિ તેનો અનુભવ નથી થવા દેતી.

રેટિંગ- 3:30 સ્ટાર

chiranjeevi amitabh bachchan