કિંગ ચાર્લ્સના કૉરનેશન માટે શૂટિંગ અટકાવશે ટૉમ ક્રૂઝ

09 February, 2023 03:21 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

લંડનમાં કિંગ ચાર્લ્સનું કૉરનેશન છઠ્ઠી મેએ થવાનું છે

ટૉમ ક્રૂઝ અને કિંગ ચાર્લ્સ

ટૉમ ક્રૂઝ સ્પેશ્યલ કિંગ ચાર્લ્સના કૉરનેશન માટે તેની ફિલ્મનું શૂટિંગ અટકાવવાનો છે. લંડનમાં કિંગ ચાર્લ્સનું કૉરનેશન છઠ્ઠી મેએ થવાનું છે. આ સમય દરમ્યાન ટૉમ ક્રૂઝ ‘મિશન : ઇમ્પૉસિબલ’ની આગામી ફિલ્મને શૂટ કરી રહ્યો છે. કિંગ ચાર્લ્સના કૉરનેશન માટે ટૉમ ક્રૂઝને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણને ટૉમ ક્રૂઝ રિજેક્ટ કરી શકે એમ નથી. આ ખૂબ જ ગર્વની વાત છે કે તેને રૉયલ ઇન્વિટેશન આપવામાં આવ્યું છે. ટૉમ હાલમાં પ્રિન્સ વિલિયમ્સ અને કેટની ખૂબ જ નિકટ છે. આથી તેણે તેની પ્રોડક્શન ટીમને કહ્યું છે કે તેઓ આ ફિલ્મનું શૂટિંગ એ વીક-એન્ડ દરમ્યાન બંધ રાખે જેથી તે આ ઇવેન્ટમાં હાજરી આપી શકે. ટૉમના આ​ નિર્ણયને લઈને ફિલ્મના યુનિટના કેટલાક લોકોને આશ્ચર્ય થયું છે, કારણ કે ટૉમ દ્વારા ફિલ્મનું શૂટિંગ અટકાવવાનો નિર્ણય આ પહેલાં ક્યારેય કરવામાં નથી આવ્યો. જોકે તે આ ફિલ્મનો પ્રોડ્યુસર પણ છે અને એથી તેનો નિર્ણય આખરી ગણવામાં આવે છે.

entertainment news hollywood news tom cruise buckingham palace london prince charles prince william