ટૉમ ક્રૂઝની અવૉર્ડ વાપસી

12 May, 2021 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉલીવુડ ફ્રી પ્રેસ અસોસિએશન વિરુદ્ધના પ્રોટેસ્ટમાં ભાગ લેવા તેણે ગોલ્ડન ગ્લોબ્સ અવૉર્ડ્સ પાછા આપ્યા

ટૉમ ક્રૂઝ

ટૉમ ક્રૂઝે તેના ત્રણ ગોલ્ડન ગ્લોબ્સ અવૉર્ડ્સને પાછા આપી દીધા છે. તેણે હૉલીવુડ ફ્રી પ્રેસ અસોસિએશન વિરુદ્ધના પ્રોટેસ્ટને તેણે પણ સપોર્ટ આપ્યો છે. ગોલ્ડન ગ્લોબ્સ અવૉર્ડ્સને આ અસોસિએશન દ્વારા ઑર્ગેનાઇઝ કરવામાં આવે છે. લૉસ ઍન્જલસ ટાઇમ્સ દ્વારા આ વર્ષની શરૂઆતમાં જ અવૉર્ડ્સમાં ચાલતા કરપ્શનને એક્સપોઝ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આ અસોસિએશન ચર્ચાનો વિષય બન્યું છે. તેમના મેમ્બર્સમાં એક પણ બ્લૅક વ્યક્તિ ન હોવાથી એનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આથી ટૉમ ક્રૂઝે ‘જેરી મેગુરી’ અને ‘બૉર્ન ઑન ધ ફોર્થ ઑફ જુલાઈ’ માટેનો બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ અને ‘મંગોલિયા’ માટેનો બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો અવૉર્ડ પાછો આપી દીધો છે. ૧૯૯૬થી NBC દ્વારા આ અવૉર્ડને બ્રૉડકાસ્ટ કરવામાં આવે છે, પરંતુ તેઓ ૨૦૨૨નો અવૉર્ડ બ્રૉડકાસ્ટ નહીં કરે એની જાહેરાત થતાં જ ટૉમ ક્રૂઝે પણ આ પ્રોટેસ્ટમાં ભાગ લીધો હતો. હાલમાં જ સ્કારલેટ જ્હોન્સન દ્વારા પણ આ અસોસિએશનના કેટલાક મેમ્બર્સ દ્વારા સેક્સિસ્ટ સવાલો પૂછવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ‘અવેન્જર્સ’ના તેના કો-સ્ટાર માર્ક રફેલોએ પણ કહ્યું હતું કે આ અવૉર્ડ મળવાનો તેને ગર્વ અથવા તો ખુશી નથી થઈ રહી.

entertainment news hollywood news