પ્લેન ક્રેશમાં Tarzan એક્ટર Joe Laraનું નિધન, પત્ની સહિત સાતના જીવ ગયા

31 May, 2021 07:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

58 વર્ષીય જો પત્ની ગ્વેન લારા અને પાંચ અન્ય લોકો સાથે જેટ પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા હતા કે તેમનું પ્લેન ક્રેશ થઈ ગયું અને બધાનું નિધન થયું.

પ્રતીકાત્મક તસવીર

વી પર `ટાર્ઝન`નું પાત્ર ભજવનાર એક્ટર વિલિયમ જોસેફ લારા ઉર્ફે જો લારાનું પ્લેશ ક્રેશમાં નિધન થઈ ગયું છે. 58 વર્ષીય જો પત્ની ગ્વેન લારા અને પાંચ અન્ય લોકો સાથે જેટ પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા હતા કે તેમનું પ્લેન ક્રેશ થઈ ગયું અને બધાનું નિધન થયું.

કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન ક્રેશ થઈને નેશવિલ પાસે પર્સી પ્રીસ્ટ સરોવરમાં પડ્યું જેની માહિતી મળતા જ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ સહિત પોલીસની ટીમ પહોંચી. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, પોલીસ જોસેફ લારા સહિત અન્ય બધા લોકોના મૃતદેહો શોધવામાં લાગેલી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન એટલું ગંભીર રીતે ક્રેશ થયું છે કે કોઇના પણ બચવાની શક્યતા નથી.

શોધ અને બચાવ કાર્ય ચાલુ- રદરફોર્ડ કાઉન્ટી ફાયર રેસ્ક્યૂના કૅપ્ટન
ગઈ કાલે રદરફોર્ડ કાઉન્ટી ફાયર રેસ્ક્યૂના કૅપ્ટને એક નિવેદન જાહેર કરતા કહ્યું કે સ્મિર્મા પાસે સરોવરમાં શોધ અને બચાવ કાર્ય ચાલુ છે. વિમાનમાં સવાર બધાની ઓળખ બ્રેંડન હન્ના, ગ્વેન એસ લારા, વિલિયમ જોસેફ લારા ડેવેડ એલ માર્ટિન, જેનિફર જે માર્ટિન, જેસિકા વૉલ્ટર્સ અને જૉનાથન વૉલ્ટર્સ તરીકે થઈ છે.

કૅપ્ટને પણ એ જ જણાવ્યું કે બધા ટેનેસીના બ્રેન્ટવુડના રહેવાસી હતા. તેમણે એ પણ કહ્યું કે તેમના પરિવારજનો પાસેથી પુષ્ઠિ કર્યા પછી જ તેમના નામ શૅર કરવામાં આવી રહ્યા છે. તો, કહેવામાં આવી રહ્યું થે કે આ બધાં મૃતકોના પરિવારજનોને આ સમાચાર બાદ ઊંડો આઘાત લાગ્યો છે.

hollywood news entertainment news tarzan