19 February, 2026 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ હાલમાં અમેરિકામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે હૉલીવુડમાં તેને મળેલી સફળતા તેની પહેલાં આવેલા અનેક ભારતીય આઇકૉન્સ દ્વારા તૈયાર કરાયેલા માર્ગને આભારી છે.
પ્રિયંકાએ આ મુદ્દે વાતચીત કરતી વખતે ઐશ્વર્યા રાય અને દિવંગત ઍક્ટર ઇરફાનની પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે આંતરરાષ્ટ્રીય મનોરંજનજગતમાં ભારતીય કલાકારો માટે નવી તકો ઊભી કરી હતી. પ્રિયંકાએ વાતચીત દરમ્યાન ઐશ્વર્યા અને ઇરફાનનો આભાર માનતાં કહ્યું કે હું ખરેખર માનું છું કે હું મારી પહેલાં આવેલા અદ્ભુત કલાકારોના ખભા પર ઊભી છું.
આ કાર્યક્રમમાં પ્રિયંકાએ અમેરિકન ઍક્ટ્રેસ-પ્રોડ્યુસર મિન્ડી કલિંગનો પણ ખાસ ઉલ્લેખ કર્યો. પ્રિયંકાના મતે અમેરિકન ટેલિવિઝન અને ફિલ્મોમાં મિન્ડી કલિંગને મળેલી સફળતાએ વૈશ્વિક મનોરંજન ક્ષેત્રમાં સાઉથ એશિયાના ઍક્ટરની હાજરીને નૉર્મલ બનાવી જેનો તેને ફાયદો થયો છે.