Oscars 2021: ઇરફાન ખાનને આપવામાં આવી શ્રદ્ધાંજલી

26 April, 2021 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઑસ્કર એકેડમી અવૉર્ડ ૨૦૨૧માં કોને કયો અવૉર્ડ મળ્યો તે જાણી લો

ઇરફાન ખાનને આપવામાં આવી શ્રદ્ધાંજલી

ફિલ્મજગતના પ્રતિષ્ઠિત ઑસ્કર એકેડમી અવૉર્ડ ૨૦૨૧ (Oscars Academy Award 2021)ની જાહેરાત આજે કરવામાં આવી હતી. કોરોનાના સમયમાં ૯૩માં ઑસ્કર અવૉર્ડનું આયોજન અલગ પ્રકારે કરવામાં આવ્યું હતું. ઑસ્કર સેરેમની હૉલીવુડમાં બે જગ્યાએ આયોજીત કરવામાં આવી હતી. ડોલ્બી થિયેટર અને લૉસ એન્જલસના યુનિયન સ્ટેશનમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કઈ ફિલ્મને કયો અવૉર્ડ મળ્યો અને સેરેમનીમાં શું થયું તે જાણી લઈએ.

કોરોના મહામારીને લીધે આ વર્ષે સેરેમની નાની રાખવામાં આવી હતી. સેરેમની ૨૨૫ દેશમાં ટેલિકાસ્ટ થઈ હતી. નોમિનેશન સેરેમની પ્રિયંકા ચોપરા અને નિક જોનસે હોસ્ટ કરી હતી.

 આ વર્ષે સેરેમનીમાં વિશેષ બાબત એ હતી કે, ઑસ્કર ઇન મેમોરિયમ સેક્શનમાં બૉલીવુડ અને હૉલીવુડમાં કામ કરી ચુકેલા અને ગયા વર્ષે દુનિયામાંથી વિદાય લેનાર અભિનેતા ઇરફાન ખાનને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતિ. આ સિવાય ભાનુ અથૈયા, સિસલી ટાયસન, ક્રિસ્ટોફર પ્લમર અને સ્ટાર્સ ચેડવિક બોસમેનને પણ શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

આ રહી વિજેતાઓની યાદીઃ

કેટેગરી

વિજેતા

ફિલ્મ

બેસ્ટ એક્ટર (લીડિંગ રોલ)

એન્થની હોપકિન્સ

ધ ફાધર

બેસ્ટ એક્ટ્રેસ (લીડિંગ રોલ)

ફ્રાન્સિસ મેકડોરમેંડ

નોમેડલેન્ડ

બેસ્ટ પિક્ચર

નોમેડલેન્ડ

-

બેસ્ટ ઓરિજીનલ સોંગ

ફાઈટ ફોર યુ

જુડાસ એન્ડ બ્લેક મસીહ

બેસ્ટ ફિલ્મ એડિટિંગ

મિક્કેલ ઈ જી નિએલ્સન

સાઉન્ડ ઓફ મેટલ

બેસ્ટ સિનેમેટોગ્રાફી

એરિક મેસરશ્મિડ્ટ

મેંક

બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ

યુહ-જુંગ-યુન

મિનારી

બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ

ડેવિડ લી, સ્કોટ ફિશર

ટેનેટ

બેસ્ટ ડોક્યુમેન્ટરી(ફીચર)

માય ઓક્ટોપસ ટીચર

 

બેસ્ટ ડોક્યુમેન્ટરી (શોર્ટ સબ્જેક્ટ)

કોલેટ

-

બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ

સોલ

-

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ

ઇફ એનિથિંગ હેપન્સ આઈ લવ યુ

-

બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ

ટુ ડિસ્ટન્સ સ્ટ્રેન્જર્સ

-

બેસ્ટ સાઉન્ડ

સાઉન્ડ ઓફ મેટલ

-

બેસ્ટ ડિરેક્શન

ક્લો ઝાઓ

નોમેડલેન્ડ

બેસ્ટ કોસ્ચ્યૂમ-ડિઝાઈન

-

મા રેનિઝ બ્લેક બોટલ

બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલ

-

મા રેનિઝ બ્લેક બોટલ

બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ

-

ડેનિયલ કાલુયા

બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ

અનધર રાઉન્ડ

-

બેસ્ટ અડોપ્ટેડ સ્ક્રીનપ્લે

-

ધ ફાધર

બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે

એમરેલ્ડ ફેન

પ્રોમિસિંગ યંગ વીમેન

 

entertainment news hollywood news oscars