‘શેંગ ચી’એ બૉક્સ-ઑફિસ પર મચાવી ધમાલ

07 September, 2021 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણ દિવસમાં ટોટલ ૧૦.૬૧ કરોડ રૂપિયાનો બિઝનેસ

‘શેંગ ચી ઍન્ડ ધ લેજન્ડ ઑફ ધ ટેન રિંગ્સ’નો સીન

‘શેંગ ચી ઍન્ડ ધ લેજન્ડ ઑફ ધ ટેન રિંગ્સ’ શુક્રવારે રિલીઝ થતાં જ બૉક્સ-ઑફિસ પર શાનદાર કલેક્શન કરી રહી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે ૨.૯૭ કરોડનો બિઝનેસ કર્યો હતો. કોરોનાને કારણે હજી સુધી મહારાષ્ટ્રમાં થિયેટર્સ શરૂ નથી થયાં. આમ છતાં આ ફિલ્મે ધારવા કરતાં સારી કમાણી કરી છે. લૉકડાઉન બાદ જો કોઈ ફિલ્મ લોકોને થિયેટર્સ સુધી ખેંચી લાવવામાં સફળ થઈ હોય તો એ અક્ષયકુમારની ‘બેલ બૉટમ’ અને હવે આ ‘શેંગ ચી ઍન્ડ ધ લેજન્ડ ઑફ ધ ટેન રિંગ્સ’ છે. માર્વલ સ્ટુડિયોની આ પહેલી એશિયન સુપરહીરો પર આધારિત ફિલ્મ છે. ૫૦ ટકા ક્ષમતા સાથે થિયેટર્સ હાઉસફુલ થઈ ગયાં હતાં. આ ફિલ્મમાં ભૂતકાળના કડવા અનુભવો અને એક સંઘર્ષ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ફિલ્મમાં સીમુ લીયુ, ફાલા ચેન, ટૉની લેયુંગ અને એક્વાફીના લીડ રોલમાં છે. ફિલ્મને ડેસ્ટિન ડેનિયલ ક્રેટને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મે શુક્રવારે ૨.૯૭ કરોડ, શનિવારે ૩.૩૩ કરોડ અને રવિવારે ૪.૩૧ કરોડની સાથે ટોટલ ૩ દિવસમાં ૧૦.૬૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

entertainment news hollywood news