માર્વલ સ્ટુડિયોની ‘ઇટર્નલ્સ’ ભારતમાં પાંચ નવેમ્બરે થશે રિલીઝ

07 September, 2021 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને ઍકૅડેમી અવૉર્ડ વિજેતા ક્લોએ ઝાઓએ ડિરેક્ટ કરી છે

‘ઇટર્નલ્સ’નો સીન

માર્વલ સ્ટુડિયોની ઍક્શનથી ભરપૂર ‘ઇટર્નલ્સ’ને પાંચ નવેમ્બરે ભારતમાં રિલીઝ કરવામાં આવશે. માર્વલ સ્ટુડિયોએ આ વાતની જાહેરાત ગઈકાલે કરી હતી. આ ફિલ્મને ઍકૅડેમી અવૉર્ડ વિજેતા ક્લોએ ઝાઓએ ડિરેક્ટ કરી છે. સુપરહીરોની આ ફિલ્મને અંગ્રેજી, હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડા અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં જેમ્મા ચેન, રિચર્ડ મેડન, ઍન્જેલિના જોલી, સલમા હાયેક, કુમૈલ નનજિયાની, ડૉન લી, બ્રાયન ટાયરી હેનરી, લૉરેન રીડોલ્ફ, લિયા મૅકહગ અને બેરી કેઓઘન લીડ રોલમાં છે. આ વખતે લોકોની દિવાળી ધમાકેદાર રહેશે એમાં બેમત નથી, કારણ કે થિયેટર્સ હવે ચાલુ રહેશે એવું લાગી રહ્યું છે અને તહેવારોને પણ ધીમે-ધીમે સેલિબ્રેટ કરવાની છૂટ આપવામાં આવી રહી છે.

entertainment news hollywood news upcoming movie