બ્રેકઅપ બાદ ફરીથી પ્રેમમાં પડ્યો લિયોનાર્ડો?

02 September, 2022 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેમિલા સાથેનાં રિલેશન તો ઘણાં સમયથી તૂટી ગયા હતાં, પરંતુ એની જાહેરાત તેમણે અત્યારે કરી છે

લિયોનાર્ડો ડિકૅપ્રિયો

લિયોનાર્ડો ડિકૅપ્રિયોનાં કેમિલા મોરોન સાથેનાં ચાર વર્ષનાં પ્રેમ સંબંધો પર પૂર્ણવિરામ લાગી ગયા છે અને હવે લિયોનાર્ડોને યુક્રેનની મોડલ મારિયા બેરેગોવા સાથે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે. કેમિલા પચીસ વર્ષની છે અને મારિયા બાવીસ વર્ષની છે. કેમિલા સાથેનાં રિલેશન તો ઘણાં સમયથી તૂટી ગયા હતાં, પરંતુ એની જાહેરાત તેમણે અત્યારે કરી છે. મારિયાની વાત કરીએ તો તેનાં લગ્ન લિબ્યાનો શાસક ગદ્દાફીનાં રાઇટ હૅન્ડ મસુદ અબ્દેલહફીદનાં પૌત્ર અહમદ મસુદ અબ્દેલહફીદ સાથે થયા હતાં. જોકે મારિયા તેનાંથી અલગ થઈ ચુકી છે. મારિયા સાથે લિયોનાર્ડો યૉટ પર પાર્ટી કરતો જોવા મળ્યો હતો. જોકે તેમની સાથે અન્ય ફ્રેન્ડ્સ પણ હતાં એથી એમ પણ બની શકે કે લિયોનાર્ડો અને મારિયા ‘જસ્ટ ફ્રેન્ડ્સ’ હોય.

entertainment news hollywood news leonardo dicaprio