બે દિવસમાં ‘અવતાર - ધ વે ઑફ વૉટર’ સો કરોડને પાર

19 December, 2022 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડવાઇડ ૧૫૦૦ કરોડનો કર્યો બિઝનેસ

બે દિવસમાં ‘અવતાર - ધ વે ઑફ વૉટર’ સો કરોડને પાર

જેમ્સ કૅમરુનની ‘અવતાર - ધ વે ઑફ વૉટર’એ બે દિવસમાં સો કરોડનો બિઝનેસ ભારતમાં કર્યો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મને બનાવવામાં ૧૩ વર્ષનો સમય લાગ્યો છે. ફિલ્મને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ દ્વારા શાનદાર બનાવવામાં આવી છે. ભારતમાં આ ફિલ્મ અંગ્રેજી, હિન્દી, તેલુગુ, તામિલ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ વિશ્વભરમાં ૧૬ ડિસેમ્બરે રિલીઝ થઈ છે. ભારતમાં પહેલા દિવસે શુક્રવારે આ ફિલ્મે ૪૧ કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસના કલેક્શનનો ઉમેરો કરીએ તો ફિલ્મ સો કરોડને પાર પહોંચી ગઈ છે. વર્લ્ડવાઇડ ફિલ્મે શાનદાર કલેક્શન કરી લીધું છે. ૧૫૦૦ કરોડનો બિઝનેસ આ ફિલ્મે વિશ્વભરમાં કરી લીધો છે. હવે વીક-એન્ડમાં પણ આ ફિલ્મ કલેક્શનની દૃષ્ટિએ રેકૉર્ડ તોડે એવી શક્યતા છે. ‘અવતાર’ની ફ્રૅન્ચાઇઝી લોકોમાં ખૂબ લોકપ્રિય છે.      

entertainment news hollywood news avatar james cameron box office