રિલીઝના એક અઠવાડિયા બાદ મહારાષ્ટ્રમાં રિલીઝ થશે ‘વેનમ’

30 September, 2021 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં ફરી ટૉમ હાર્ડીના લીડ રોલમાં જોવા મળશે

આ ફિલ્મ ૨૦૧૮માં આવેલી ‘વેનમ’ની સીક્વલ છે

હૉલીવુડની ફિલ્મ ‘વેનમ : લેટ ધેર બી કાર્નેજ’ને એક દિવસ વહેલી રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ પહેલાં પંદર ઑક્ટોબરે રિલીઝ થવાની હતી. જોકે લૉન્ગ વીક-એન્ડ હોવાથી ફિલ્મને ગુરુવારે રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઇન્ડિયામાં આ ફિલ્મને ૧૪ ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે પરંતુ મહારાષ્ટ્રમાં એ ફિલ્મ એક અઠવાડિયું લેટ એટલે કે ૨૨ ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં થિયેટર્સ ૨૨ ઑક્ટોબરથી શરૂ થઈ રહ્યાં હોવાથી આ ફિલ્મને ત્યારે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ૨૦૧૮માં આવેલી ‘વેનમ’ની સીક્વલ છે. આ ફિલ્મમાં ફરી ટૉમ હાર્ડીના લીડ રોલમાં જોવા મળશે.

 

entertainment news hollywood news