Halloween 2022: માણો હૉલિવૂડની 10 હૉરર ફિલ્મો તમારા પરિવાર સાથે

31 October, 2022 07:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તો આ હૅલોવીનનાં અવસરે જુઓ આ 10 એવી હૉરર ફિલ્મો જે તમને ડરની સાથે સાથે મનોરંજન પણ આપશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વિશ્વમાં દર વર્ષે 31 ઑગસ્ટના દિવસે હૅલોવીનની ઉજવણી કરવામાં આવે છે, ભારતમાં પણ હવે હૅલોવીનને ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. 2022માં દિવાળી પછી એટલે કે 31 ઑગસ્ટે હૅલોવીન સેલેબ્રેટ કરવામાં આવ્યું. તો આ હૅલોવીનનાં અવસરે જુઓ 10 એવી હૉરર ફિલ્મો જે તમને ડરની સાથે સાથે મનોરંજન પણ આપશે.

1. ચાઇલ્ડ’સ પ્લે (Child`s play)

1998માં આવેલી આ એ જ ફિલ્મ છે જેમાંથી બૉલિવુડની પાપી ગુડીયા અને તાત્યા વીંછુ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં એંડી નામના છોકરાને તેના બર્થડે પર એક ડૉલ ગિફ્ટ મળે છે અને તે ડૉલમાં એક સિરિયલ કિલરની આત્મા હોય છે અને તે એ છોકરાને મારવાના પ્રયત્નો કરે છે, જેમાંથી તે છોકરો કેવી રીતે પોતાને બચાવે છે તે જાણવાની ઍકસાઇટમેન્ટ તમને એકીટસે જોવા પર મજબૂર કરી દેશે. આ ફિલ્મના ટોટલ 8 ભાગ અને એક વેબસિરીઝ પણ આવી ગઈ છે. આ ફિલ્મ જુદાં જુદાં OTT પ્લૅટફૉર્મ પર જોવા મળશે અને આની IMDB રેટિંગ પણ સારી છે.

2. કૉઞ્જુરિંગ (Conjuring)

2013માં આવેલી આ ફિલ્મ હૉલિવૂડમાં હૉરર જૉનરને ફરી જીવિત કરવા માટેની ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મની સ્ટોરી એક ફૅમિલી જેણે નીલામીમાં એક ઘર ખરીદ્યું છે અને કપલ તેમની પાંચ છોકરીઓ સાથે તે ઘરમાં શિફ્ટ થાય છે. ઘરમાં શિફ્ટ થયાં પછી તેઓ અનેક અસામાન્યો અનુભવોનો સામનો કરે છે. આ ફિલ્મના કુલ 3 ભાગ છે અને આ ફિલ્મ હિન્દીમાં ઍમેઝૉન પ્રાઇમ પર ઉપલબ્ધ છે.

3. એનાબેલ (Annabelle)

2014માં આવેલી આ ફિલ્મ હૉલિવૂડની સૌથી હૉરર ફિલ્મ માનવામાં આવે છે. એક કપલ તેમના ઘરમાં સૂતેલું હોય છે જેમાં તેની પત્ની સગર્ભા છે. ત્યારે તેમના પાડોશીના ઘરમાંથી બૂમોનો આવાજ આવે છે, જ્યારે તેઓ જોવા જાય છે ત્યારે બે કિલર તેમના પર હુમલો કરી ને એક કિલર એનાબેલ નામની ડૉલને હાથમાં લઈને આત્મહત્યા કરે છે. ત્યાર બાદ તેમની સાથે જે ઘટનાઓ બને છે તે જોઈને તમને ડર અને એન્ટરટેઈન્મેન્ટ બંનેનો અનુભવ થશે. આ ફિલ્મના 3 ભાગ હિન્દી અને અંગ્રેજીમાં ઍમઝૉન પ્રાઇમ પર અવેલેબલ છે.

4. ફિયર સ્ટ્રીટ ટ્રીલોજિ (Fear Street Trilogy)

2021માં આવેલી આ એક ટોટલ હૉરર પૅક ફિલ્મ છે, શેડી સાઇટ નામના શહેરમાં સારાહ ફિઅરનામની એક ચૂડેલનો શ્રાપ છે. આ ફિલ્મમાં ક્રૂર હત્યાઓની સીરિઝ પછી, એક કિશોર અને તેના મિત્રો એક નકારાત્મક ઉર્જાનો સામનો કરે છે જેણે સદીઓથી તેમના કુખ્યાત શહેરને પીડિત કર્યું છે. તેઓ કેવી રીતે આનો સામનો કરે છે અને પોતાના શહેરને શ્રાપમુક્ત કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મના ટોટલ 3 ભાગ હિન્દીમાં નેટફ્લિક્સ ઉપર મળી શકે છે.

5. મામા (Mama)

2013માં આવેલી આ એક હૉરર મિસ્ટ્રી ફિલ્મ છે. ફિલ્મમાં બે નાની છોકરીઓને તેમના પિતા એક જંગલના ઘરમાં છોડી દે છે અને ત્યાં એક આત્મા બંને છોકરીઓની સંભાળ રાખે છે, એક દિવસ જંગલમાં પ્રવાસે નીકળેલા ગ્રુપને બંને છોકરીઓ કુપોષિત સ્થિતિમાં મળે છે, તે તેમને પોતાના ઘરે લઈ આવે છે અને ત્યારબાદ તે બંને છોકરીઓ તે આત્મા સાથે વાત કરે છે અને તે કપલ પોતાને કેવી રીતે બચાવે છે તે આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. આ ફિલ્મ હિન્દી અને અંગ્રેજીમાં નેટફ્લિક્સ ઉપર અવેલેબલ છે.

6. ઈટ (IT)

2017માં આવેલી આ ફિલ્મ એક ટોટલ સસપૅન્સથી ભરપૂર ફિલ્મ છે ફિલ્મની સ્ટોરી તમને શરૂઆતથી અંત સુધી જકડીને રાખે છે. ફિલ્મની સ્ટોરી એક ડૅરી નામના શહેરની છે ત્યાં દર 21 વર્ષે ભૂતિયા જોકર આવીને શહેરના છોકરાઓને ખાઈ જાય છે. તેમાં બિલી નામના છોકરાના ભાઈને તે જોકર ખાઈ ગયો છે. હવે બિલી અને તેના ફ્રેન્ડ્સ કેવી રીતે મિસ્ટ્રી સૉલ્વ કરે છે અને તે જોકરથી પોતાને બચાવે છે તે આ ફિલ્મમાં ખુબ જ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે. અત્યાર સુધી આ ફિલ્મના 2 પાર્ટ આવ્યા છે અને તે ઍમઝૉન પ્રાઈમ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.

7. ધ નન (The Nun)

2018માં આવેલી આ ફિલ્મની સ્ટોરી કોઞ્જુરિંગ (Conjuring) સાથે જોડાયેલી છે. સ્ટોરી 1952ના રોમાનિયા શહેરની છે જ્યાં એક ચર્ચમાં નન આત્મહત્યા કરે છે અને ત્યારબાદ બીજા શહેરથી એક ફાધર અને નન ત્યાં આત્મહત્યાનું કારણ જાણવા આવે છે અને અનેક રહસ્યો પરથી પડદો ઉઠે છે તે આ ફિલ્મમાં દર્શાવામાં આવ્યું છે. ફિલ્મનો બીજો ભાગ 2023માં રીલિઝ થવાનો છે. ફિલ્મ ઍમઝૉન પ્રાઈમ પર હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.

8. કર્સ ઑફ લા લૉરોના (Curse of la Llorona)

2019માં આવેલી આ એક લૅટિન અમેરિકાની એક લોકવાયકા પર આધારિત છે. જેમાં 1673ના મેક્સિકોમાં એક માતા પોતાના બંને બાળકોને નદીમાં ડુબાડીને મારી નાખે છે અને પોતે પણ આત્મહત્યા કરે છે. 300 વર્ષ પછી તે 1973ના લૉસ એન્જલિસ શહેરમાં એક પરિવારના બંને બાળકોને પોતાના સાથે લેવા ફરી આવે છે. તેઓ કેવી રીતે પોતાને આ ચૂડેલ જેનું નામ લૉરોના છે તેનાથી બચાવે છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ફિલ્મ ઍમઝૉન પ્રાઈમ પર ઇંગ્લિશમાં અવેલેબલ છે.

9. ધ રિંગ (The Ring)

2002માં આવેલી આ ફિલ્મ એક ટોટલ હૉરર અને મિસ્ટ્રી ફિલ્મ સિરીઝ છે. એક રહસ્યમય વીડિયો ટેપથી ફિલ્મની શરૂઆત થાય છે. આ ફિલ્મની સ્ટોરી એવી છે કે, આ રહસ્યમય ટેપ જોઈ લીધા પછી એક ફોન આવે છે એમાં કહેવામા આવે છે કે સાત દિવસ પછી તમે મરવાના છો. અને ખરેખર સાત દિવસમાં વીડિયો ટેપ જોનારનું મૃત્યુ થઈ જાય છે. તેવામાં આ ટેપ એક જર્નાલિસ્ટ પાસે પહોંચે છે તેને વીડિયો ટેપ જોયા પછી ફોન આવે છે અને કઈ રીતે તે આ મિસ્ટ્રી સોલ્વ કરી પોતાનો જીવ બચાવે છે તે આ ફિલ્મની સિરીઝમાં તમને જોવા મળશે. આ ફિલ્મના અત્યાર સુધી ટોટલ ચાર ભાગ ઍમઝૉન પ્રાઇમ ઉપર અવેલેબલ છે.

10. પોલરૉઇડ (Polaroid)

2019માં આવેલી આ ફિલ્મની સ્ટોરી કૉલેજ સ્ટુડન્ટ્સના એક ગ્રુપની છે જેમને એક પોલરોઇડ કૅમેરો મળે છે. તેઓ કૅમેરાથી ફોટોઝ ક્લિક કરે છે અને દરેક ફોટોમાં એક અજીબ પડછાયો આવે છે અને આ પડછાયો જેના પર હોય તે શખ્સનું મૃત્યુ થઈ જાઈ છે. આ કૅમેરાના શ્રાપને બધા મિત્રો કેવી રીતે તોડે છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ લાયનગેટ્સ પ્લે ઉપર અવેલેબ

(વિરેન છાયા)

entertainment news hollywood news halloween