11 June, 2023 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગ્લૅડિયેટર 2
હૉલીવુડની ફિલ્મ ‘ગ્લૅડિયેટર 2’ના સેટ પર સ્ટેન્ટ ઍક્સિડન્ટ થતાં ઘણા લોકો ઈજા પામ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ મૉરોક્કોમાં ચાલી રહ્યું છે. ૨૦૦૦ના વર્ષમાં આવેલી રસેલ ક્રોની ‘ગ્લૅડિયેટર’ની આ સીક્વલ છે, જેમાં જેક્વિન ફૉનિક્સે પણ કામ કર્યું હતું. આ ફિલ્મને પૅરૅમાઉન્ટ પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ સ્ટુડિયોના પ્રવક્તાના કહેવા મુજબ પ્લાન કરવામાં આવેલા સ્ટન્ટના શૂટિંગ દરમ્યાન ઍક્સિડન્ટ થયો હતો, જેમાં ઘણા લોકોને ઈજા થઈ છે, પરંતુ જીવનું જોખમ હોય એવી ઇન્જરી એક પણ નથી. સેફ્ટી અને મેડિકલ ટીમ સેટ પર હાજર હોવાથી તરત જ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. દરેકની કન્ડિશન હવે સ્ટેબલ છે અને તેમને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ટોટલ છ વ્યક્તિને ઈજા થઈ હતી જેમાંના ચારને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. આ દરેકને આગથી ઈજા થઈ હતી અને તેમની બર્ન ઇન્જરી માટે તેઓ હૉસ્પિટલમાં છે.