Viral Video: કિઆનુ રીવ્ઝના આવા વિચિત્ર વીડિયો જોઈને ફેન્સ થયા નારાજ

23 January, 2023 06:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કિઆનુ રીવ્ઝ દુનિયાના એવા એક્ટરની યાદીમાં છે જે કદીયે કોઈ વિવાદોમાં સપડાયો નથી અને કિઆનુ રીવ્ઝ પાસે પોતાનું કોઈ પર્સનલ સોશિયલ મીડિયા અકાઉંટ પણ નથી.

કિઆનુ રીવ્ઝનો વાઇરલ વિડિયો (તસવીર સૌજન્ય પ્રોજેકટ નાઇટફોલ યૂટ્યૂબ ચેનલ)

`ધ મેટ્રિક્સ` (The Matrix) અને `જૉન વિક` (John Wick) જેવી એક્શન ફિલ્મોમાં પોતાના અંદાજથી લોકોને પ્રભાવિત કરી દેનાર હૉલીવૂડ એક્ટર કિઆનુ રીવ્ઝના (Keanu Reeves) તાજેતરમાં ટિક-ટૉક પર વિચિત્ર રીતે ડાન્સ અને ઍક્ટિંગ કરતાં વીડિયોઝ વાઇરલ થઈ રહ્યા છે જેને જોઈને ફેન્સના મનમાં એક જ પ્રશ્ન છે કે શા માટે કિઆનુને આવા વીડિયો બનાવવાની જરૂર પડી?

દુનિયામાં સૌથી વધારે ડાઉનલોડ કરેલી એપ્લિકેશન ટિક-ટૉક (Tik-Tok) જેના પર ભારત સરકારે 29 જૂન 2020માં પ્રતિબંધ મૂક્યો હતો. આ એપ પોતાના વિચિત્ર શોર્ટ વીડિયોઝના લીધે વિશ્વમાં પ્રખ્યાત છે. કિઆનુ રીવ્ઝ દુનિયાના એવા એક્ટરની યાદીમાં છે જે કદીયે કોઈ વિવાદોમાં સપડાયો નથી અને કિઆનુ રીવ્ઝ પાસે પોતાનું કોઈ પર્સનલ સોશિયલ મીડિયા અકાઉંટ પણ નથી. કિઆનુ રીવ્ઝના વિચિત્ર રીતે ડાંસ અને ઍક્ટિંગ કરતાં વીડિયો ટીક-ટોક અકાઉંટ @unreal_keanu પર વાઇરલ થઈ રહ્યા છે અને આ અકાઉંટ પર 8.7 કરોડ ફોલોઅર્સ અને 42 કરોડ લાઇક્સ છે.

આ અકાઉંટ અને વીડિયોને લોકપ્રિયતા મળતા જાણ થઈ કે આ વીડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તે રિયલ કિઆનુ રીવ્ઝ નથી, પણ તે એક કિઆનુ રીવ્ઝ જેવો દેખાતો શખ્સ છે. આ વ્યક્તિએ કિઆનુ રીવ્ઝનો વેષ ધારણ કર્યો છે જેને જોઈને સૌકોઈ ચોંકી ગયા હતા અને આ અકાઉંટની લોકપ્રિયતા દિવસે અને દિવસે વધતી જાય છે તેથી કેટલાક લોકોએ આ અકાઉન્ટ અને વીડિયોને ડિલીટ કરવાની માગણી કરી છે, કારણકે કોઈ ફેમસ વ્યક્તિની ડિટ્ટો કૉપી કરવી તે અનેક લોકોની સુરક્ષાને લઈને જોખમી છે.

આ પણ વાંચો : જેરેમી રેનરને ૩૦થી વધુ હાડકાંમાં ફ્રૅક્ચર થયું હતું

unreal_keanuના યૂટ્યૂબ અકાઉન્ટ પર શૅર થયેલ વીડિયોનું સ્ક્રીન ગ્રેબ (તસવીર સૌજન્ય પ્રોજેકટ નાઇટફોલ યૂટ્યૂબ ચેનલ)

ફેન્સ પોતાના મનગમતા સેલિબ્રિટી જેવો વેષ ધારણ કરી તેમની મિમિક્રી અને કોસ્પ્લે કરે છે પણ તેમાં અસલી અને નકલી વચ્ચેનો ફર્ક સરળતાથી ઓળખીશકાય છે. ટિક-ટૉક અકાઉન્ટ @unreal_keanu ની આ વ્યક્તિએ કિઆનુ રીવ્ઝને એવી રીતે કોપી કરી છે જેને જોઈને કોઈને માટે પણ બન્ને વચ્ચેનો ફેર ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે.

થોડા સમય પેહલા ભારતમાં બિગ-બી અમિતાભ બચ્ચને પોતાના નામ, અવાજ અને ફોટો ઉપર કૉપીરાઇટ ક્લેમ કર્યો હતો કારણકે ઇન્ટરનેટ ઉપર અમિતાભ બચ્ચનના નામે અનેક ખોટી વેબસાઇટ, સોશિયલ મીડિયા અકાઉન્ટ, અને ફોન ઉપર અમિતાભ બચ્ચનના અવાજની નકલ કરી અનેક લોકો સાથે છેતરપિંડી (સાઇબર ક્રાઇમ) થયા હતા તેથી અદાલતે મંજૂરી આપી હતી પણ આ બાબત માટે અમિતાભ બચ્ચનની ટીકા કરવામાં આવતી હતી.

વાઇરલ વીડિયો

કિઆનુ રીવ્ઝના વીડિયોને લોકો અને એક્ટરની સુરક્ષા અંગે બૅન કરવાની માગણી નેટીઝન્સ કરી રહ્યા છે કારણકે વીડિયોમાં કિઆનુ રીવ્ઝ જેવો દેખાતો શખ્સ ભવિષ્યમાં એક્ટરની પ્રતિષ્ઠિત છબિ બગાડવાનો પ્રયત્ન કરે તો તે અનેક લોકો માટે જોખમી બની શકે.­

entertainment news hollywood news keanu reeves viral videos tiktok