ડ્વેન જૉન્સન કોનો પેટ બનવા માગે છે?

09 August, 2022 05:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્વેન તેની આગામી ઍનિમેટેડ ફિલ્મ ‘DC લીગ ઑફ સુપર-પેટ્સ’ને પ્રમોટ કરી રહ્યો છે

ડ્વેન જૉન્સન

ડ્વેન જૉન્સનને પૂછવામાં આવ્યું હતું કે તે કોનો પેટ બનવા માગે છે? એનો જવાબ આપતાં તેણે કટાક્ષમાં જણાવ્યું કે તે અમેરિકન રૅપર મેગન ધ સ્ટૅલ્યનનો પેટ બનવા માગે છે. ડ્વેન તેની આગામી ઍનિમેટેડ ફિલ્મ ‘DC લીગ ઑફ સુપર-પેટ્સ’ને પ્રમોટ કરી રહ્યો છે. એક ઇન્ટરવ્યુમાં તેને સવાલ કરવામાં આવ્યો હતો કે ‘જો તને કોઈ સેલિબ્રિટીનો પેટ બનાવવામાં આવે તો તને કોના પેટ બનવાનું ગમશે?’ એનો જવાબ આપતાં ડ્વેને કહ્યું કે ‘આ સારો સવાલ છે. મેગન ધ સ્ટૅલ્યન હોય તો કેવું રહેશે?’

entertainment news hollywood news dc comics dwayne johnson the rock