દુનિયાભરમાં ઘણી મહિલાઓ ડોમેસ્ટિક વાયલન્સ છતાં પણ ઘરમાં કેદ હોય છે : પેનેલોપ ક્રૂઝ

06 September, 2022 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેનેલોપ હાલમાં ‘લાઇમ્મેન્સિતા’માં ત્રણ બાળકોની મમ્મીનું પાત્ર ભજવી રહી છે

પેનેલોપ ક્રૂઝ

પેનેલોપ ક્રૂઝનું કહેવું છે કે દુનિયાભરમાં એવી ઘણી મહિલાઓ છે જે ડોમેસ્ટિક વાયલન્સ છતાં પણ ઘરમાં કેદ થઈને રહે છે. પેનેલોપ હાલમાં ‘લાઇમ્મેન્સિતા’માં ત્રણ બાળકોની મમ્મીનું પાત્ર ભજવી રહી છે. તેનો પતિ ઇટાલિયન હોય છે અને ખૂબ જ વાયલન્ટ હોય છે જે અંતે સાઇકિયાટ્રિસ્ટ ઇન્સ્ટિટ્યુશનમાં પહોંચી જાય છે. આ વિશે વાત કરતાં પેનેલોપ ક્રૂઝે કહ્યું કે ‘મને નથી લાગતું કે મારું પાત્ર ક્રેઝી છે. તે તેની ફૅમિલીમાં ફસાઈ ગઈ હોય છે. તે તેના ઘરમાં જ કેદ હોય છે. તે આ સિચુએશનમાં કેવી રીતે જીવવું એ શીખે છે. તેની પાસે કોઈ પ્લાન બી નથી હોતો. તેની પાસે ભાગવાનો કોઈ રસ્તો નથી હોતો. તે ક્રેઝી નથી. તે જુદી-જુદી રીતે ખૂબ જ દબાઈને રહે છે. જોકે એક દિવસ તેનાથી કંઈ સહન નથી થતું. દુનિયાભરમાં એવી ઘણી મહિલાઓ છે જે ઘરમાં દબાઈને રહે છે. તેઓ તેમનાં બાળકોની સામે ખુશ હોવાનો દેખાવ કરે છે. તેઓ હંમેશાં એવી કોશિશ કરે છે કે આ ​સિચુએશન એટલી પણ ખરાબ નથી.’

entertainment news hollywood news penelope cruz