સ્કિનકૅર લાઇન કૉસ્ટને લઈને બ્રૅડ પિટ થયો ક્રિટીસાઇઝ

25 September, 2022 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રૅડ પિટની સ્કિનકૅર લાઇન લા ડોમેઇન ખૂબ એક્સપેન્સિવ હોવાથી તેને ક્રિટીસાઇઝ કરવામાં આવી રહ્યો છે

સ્કિનકૅર લાઇન કૉસ્ટને લઈને બ્રૅડ પિટ થયો ક્રિટીસાઇઝ

બ્રૅડ પિટની સ્કિનકૅર લાઇન લા ડોમેઇન ખૂબ એક્સપેન્સિવ હોવાથી તેને ક્રિટીસાઇઝ કરવામાં આવી રહ્યો છે. બુધવારે બ્રૅડ પિટ દ્વારા તેની સ્કિનકૅર બ્રૅન્ડની પ્રોડક્ટ લૉન્ચ કરવામાં આવી હતી. આ એક જેન્ડરલેસ પ્રોડક્ટ્સ છે એટલે કે કોઈ પણ એનો ઉપયોગ કરી શકે છે. ફ્રેન્ચ વાઇનયાર્ડમાંથી સિલેક્ટેડ દ્રાક્ષને પસંદ કરીને આ પ્રોડક્ટ બનાવવામાં આવી છે. આ પ્રોડક્ટમાં મોઇશ્ચરાઇઝર અને ફેશ્યલ સીરમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે પ્રાઇસને લઈને તેની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. આ કંપનીની વેબસાઇટ મુજબ ફેશ્યલ સીરમની કૉસ્ટ ૩૮૫ અમેરિકન ડૉલર (અંદાજે ૩૧,૦૦૦ રૂપિયા) છે. મોઇશ્ચરાઇઝર ક્રીમ ૩૨૦ અમેરિકન ડૉલર (અંદાજે ૨૫,૦૦૦ રૂપિયા). લિક્વિ ક્લીનસર સૌથી સસ્તું ૮૦ અમેરિકન ડૉલર (૬૦૦૦ રૂપિયા) છે. આ ભાવને લઈને તેના પ્રોડક્ટ્સને અને તેને ખૂબ ક્રિટીસાઇઝ કરવામાં આવી રહ્યો છે.

entertainment news hollywood news