Avengers Endgame : ભારતમાં રીલિઝ પહેલા 2 લાખથી વધુ ટીકિટ બુક

25 April, 2019 02:42 PM IST  | 

Avengers Endgame : ભારતમાં રીલિઝ પહેલા 2 લાખથી વધુ ટીકિટ બુક

Avengers Endgame

વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતભરમાં જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે તે માર્વેલની સુપરહિરોની સીરિઝ “એવેન્જર્સ એન્ડગેમ” ની 26 એપ્રિલના રોજ ભારતમાં રીલિઝ થઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ભારતમાં ફિલ્મ જગતના અનેક રેકોર્ડ તોડી દેશે. ઓનલાઇન ફિલ્મની ટીકિટની વાત કરીએ તો ભારતની જાણિતી ટીકિટ બુકિંગ એપમાં આ ફિલ્મના શોમાં દર સેકન્ડે 18 ટિકિટ્સ બુક થઈ રહી છે. 'એવેન્જર્સ એન્ડગેમ' ભારતમાં કુલ ચાર ભાષા (હિંદી, તમિળ, તેલુગુ તથા અંગ્રેજી)માં રિલીઝ થઈ રહી છે.

ભારતમાં દરરોજ 1000થી વધુના શો

ભારતના જાણિતા અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં બુક માય શોના ચીફ ઓપરેટિંગ ઓફિસર આશિષ સક્સેનાએ કહ્યું હતું, ''અમને આશા છે કે ફિલ્મ રિલીઝ પહેલાં એડવાન્સ બુકિંગમાં નવા જ રેકોર્ડ બનાવશે.'' ઉલ્લેખનીય છે કે 'એવેન્જર્સ એન્ડગેમ' માર્વેલ સિનેમેટિક યુનિવર્સની 22મી ફિલ્મ છે. આ પહેલાં ગયા મહિને માર્ચમાં જ 'કેપ્ટન માર્વેલ' રિલીઝ થઈ હતી.

તરણ આદર્શે આ ફિલ્મને લઇને કહ્યું કઇક આવું

ફિલ્મમાં રોબર્ટ ડાઉની જુનિયર, ક્રિસ ઈવાન્સ, માર્ક રફૈલો, ક્રિસ હેમવર્થ, સ્કારલેટ જોહાનસન તથા બેરી લાર્સને સુપરહિરોના રોલ પ્લે કર્યાં છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ ટ્વીટ કરી હતી, ''એવેન્જર્સ એન્ડગેમ'નું એડવાન્સ બુકિંગ અકલ્પનીય થશે. 2018-19માં રિલીઝ થયેલી હિંદી ફિલ્મ કરતાં ક્યાંય વધારે છે. બોક્સ ઓફિસ રેકોર્ડ્સ, બ્લાસ્ટ માટે તૈયાર થઈ જાઓ.''

આ પણ વાંચો : Avengers Endgame : વિશ્વભરમાં રાહ જોવાતી ફિલ્મ થઇ લીક

ભારતમાં 100 શહેરોમાં રોજના 1000થી વધુ શો

કાર્નિવલ સિનેમાના ઉપાધ્યક્ષ રાહુલ કદબેટે કહ્યું હતું કે અત્યાર સુધી અંદાજે 2.25 લાખ ટિકિટ્સ વેચાઈ છે. તેમની પાસે 100 શહેરોમાં રોજના 1000થી વધુ શો છે. સૌથી વધુ ટિકિટ દિલ્હી-એનસીઆર તથા મુંબઈમાં વેચાઈ છે. ગત વર્ષે 'એવેન્જર્સઃ ઈન્ફિનિટી વૉર'ની રિલીઝ પહેલાં 20 લાખ એડવાન્સ ટિકિટ બુક થઈ હતી. પહેલા વીકએન્ડમાં આ ફિલ્મે 120 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

hollywood news hollywood film review